સ્વ. અભિનેતા રાજ કપૂરના પત્ની ક્રિષ્ના રાજ કપૂરનું મુંબઈમાં નિધન

મુંબઈ – બોલીવૂડના શોમેન તરીકે પંકાયેલા અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા સ્વ. રાજ કપૂરનાં પત્ની ક્રિશ્ના કપૂરનું આજે અહીં નિધન થયું છે. તેઓ 87 વર્ષનાં હતાં. એમણે આજે વહેલી સવારે લગભગ 4 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો.

ક્રિશ્ના કપૂરને છેલ્લા અમુક વર્ષોથી શ્વાસની તકલીફ હતી.

રાજ કપૂરની સફળતામાં તેઓ એક મૂક પરિબળ જેવાં હતાં.

ક્રિશ્ના કપૂર રણધીર કપૂર, રિશી કપૂર, રાજીવ કપૂર, રીતુ નંદા, રીમા કપૂરનાં માતા હતાં.

ક્રિશ્ના કપૂરનાં નિધનનાં સમાચાર સૌથી પહેલાં અભિનેત્રી રવીના ટંડને ટ્વિટર પર શેર કર્યાં હતાં.

httpss://twitter.com/TandonRaveena/status/1046587433784156162

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]