‘રેસ 3’નું એક્શન પેક્ડ ટ્રેલર રિલીઝ થયું, ડાયલોગ્સનું પેકેજ છે

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની નવી ફિલ્મ ‘રેસ 3’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે અને સોશિયલ મિડિયા પર ધમાલ મચાવી રહ્યું છે.

ટ્રેલરમાં સલમાન બાઈક પર બેસીને એક્શન કરે છે, કારમાં બેસીને એક્શન કરે છે, ગોળીબાર કરે છે, ડાન્સ પણ છે. ટ્રેલરનો આરંભ જ સલમાનના સ્વેગથી થાય છે અને અંત પણ સ્વેગથી થાય છે. એની વચ્ચે ભરપૂર એક્શન, ધડાકા, કાર ક્રેશીસ અને કલાકારોની ભરમાર જોવા મળે છે.

દરેક કલાકાર એનો પ્રભાવ છોડી જાય છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ છે. ટ્રેલર પરથી ફિલ્મની વાર્તા વિશે કોઈ તાગ મળતો નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે ફિલ્મ મસાલાથી ભરપૂર હશે.

સલમાનની આતુરતાપૂર્વક રાહ જોવડાવતી આ ફિલ્મમાં સલમાન બિન્ધાસ્ત લૂકમાં છે. આજે સવારથી જ સોશિયલ મિડિયા પર ‘રેસ 3 ટ્રેલર ડે’ હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યું હતું અને ટ્રેલર રિલીઝ થયા બાદ એને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે.

ફિલ્મમાં સલમાન ઉપરાંત જેક્લીન ફર્નાન્ડિસ, અનિલ કપૂર, બોબી દેઓલ, ડેઈઝી શાહ અને સાકિબ સલીમની પણ મહત્વની ભૂમિકા છે. ટ્રેલરમાં જેક્લીન ફર્નાન્ડિસ બોલ્ડ લૂકમાં જોવા મળે છે.

કોરિયોગ્રાફર-ડાયરેક્ટર રેમો ડી’સોઝા દિગ્દર્શિત ‘રેસ 3’ ઈદના દિવસે એટલે કે 15 જૂને રિલીઝ થશે.

httpss://youtu.be/xBht9TG7ySw

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]