ઑસ્કર અવૉર્ડમાં ધ્વજ લઇને જવા માગે છે દેશી ગર્લ પ્રિયંકા

મુંબઈ:  આજકાલ ફરહાન અખ્તરના સિતારા પ્રેમ અને કામ બંને મામલે સારો દેખાવ કરી રહ્યા છે, એક તરફ જ્યાં તેની લેડી લવ શિબાની દાંડેકર સાથેની તેની તસવીરો પણ ચર્ચામાં રહે છે અને બોલિવૂડમાં તે પરફેક્ટ લવ બર્ડ્સમાં ગણાય છે. તો આ તરફ ફરહાન અખ્તરની આ વર્ષની વેબસીરિઝ ‘મિર્ઝાપુર’ અને ‘ગલી બોય’ એ ખૂબ જ સારી કમાણી કરી અને અનેક અવૉર્ડ જીત્યા.

આટલું જ નહીં, ફિલ્મ ‘ગલી બોય’ને ઑસ્કરમાં ઓફિશિયલ એન્ટ્રી મળી છે અને આ વાતને લઇને રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને ફરહાનની બહેન ઝોયા અખ્તર પણ ખૂબ ઉત્સાહિત છે તો પ્રિયંકા ચોપરા તો ફરહાન અખ્તર સાથે ઑસ્કરમાં જવા માટે સૂટ સીવડાવવા માટે બેતાબ છે. તાજેતરમાં ફરહાન અખ્તરની ફિલ્મ ‘ગલી બોય’ ની ઓફિશિયલ એન્ટ્રી પર પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમને અપેક્ષાઓ પણ ઘણી વધારે છે અને હવે ઘણું કામ કરવાનું બાકી છે, ત્યારે ફરહાનની બાજુમાં બેઠેલી પ્રિયંકાએ ખુશીથી કહ્યું, “હા, મને પણ જણાવજો, મારે સૂટ સીવડાવવાનું છે અને હું ત્યાં ધ્વજ લઇને આવીશ.

આ દિવસોમાં ફરહાન અખ્તર તેની અન્ય ફિલ્મની સાથે ‘ગલી બોય’ અને ‘ધ સ્કાય ઇઝ પિંક’ વિશે પણ ચર્ચામાં છે, એવા અહેવાલ છે કે ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ અને ‘ડૉન 2’ ની સિક્વલ બનાવવાની તૈયારીમાં છે. જો કે ફરહાન સાથેની આ વાતચીત દરમ્યાન આ સવાલ પણ પૂછ્યો હતો અને ફરહાને સ્પષ્ટપણે ઇનકાર કર્યો હતો. હાલ તે ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ ની પ્રમોશનલ પ્રવૃત્તિઓમાં પ્રિયંકા સાથે વ્યસ્ત છે. હવે જોવાનું એ રહેશે કે ત્રણ વર્ષ બાદ હિન્દી ફિલ્મોમાં કમબેક કરી રહેલી પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરના રોમાન્સમાં પ્રેક્ષકોને કેટલો રસ પડે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]