પ્રિયંકા, નિક લગ્નનાં રિસેપ્શન બાદ સલમાનને એના ઘેર જઈને મળ્યાં

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને ટોચની અભિનેત્રીઓમાંની એક પ્રિયંકા ચોપરા વચ્ચે કોઈક પ્રકારે વ્યાવસાયિક ખટરાગ ઊભો થયો હોવાના અહેવાલો હતા, પણ હકીકત એ છે કે પ્રિયંકા અને એનાં પતિ નિક જોનાસે એમનાં લગ્ન નિમિત્તે ગુરુવારે સાંજે મુંબઈમાં ખાસ બોલીવૂડનાં મિત્રો માટે યોજેલા રિસેપ્શનમાં સલમાન ખાને દબંગ સ્ટાઈલમાં એન્ટ્રી કરી હતી.

રિસેપ્શનમાં બોલીવૂડના અનેક સિતારાઓએ હાજરી આપી હતી અને રિસેપ્શન શુક્રવારે વહેલી સવાર સુધી ચાલ્યું હતું.

આટલું જ નહીં. પ્રિયંકાએ પણ સલમાને બતાવેલી ઉદારતા બદલ એનો વ્યક્તિગત રીતે આભાર માનવાનું નક્કી કર્યું હતું અને રિસેપ્શન પૂરું થઈ ગયા બાદ તે એનાં પતિ નિકની સાથે અત્રે બાન્દ્રા (વેસ્ટ)માં આવેલા ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સલમાનનાં ઘેર પહોંચી ગઈ હતી.

સલમાનનાં ઘેર પહોંચીને પ્રિયંકા-નિક સમગ્ર ખાન પરિવારને મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકાને સલમાનની બહેન અર્પિતા સાથે સારું બને છે. અર્પિતા તો જોધપુરના ઉમેદ ભવન ખાતે પ્રિયંકાનાં લગ્ન વખતે એની સહેલી તરીકે આખો દિવસ એની સાથે રહી હતી.સલમાન ખાન અને સિમી ગરેવાલ
રણવીર સિંહ અને દીપિકા પદુકોણ
httpss://youtu.be/5ky9F-aoC_k

httpss://youtu.be/8XR937mm6cc