પ્રિયંકા ચોપરાએ નવી મરાઠી ફિલ્મનું નિર્માણ શરૂ કર્યું

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી અને નિર્માત્રી પ્રિયંકા ચોપરાએ એની નવી મરાઠી ફિલ્મનું નિર્માણ શરૂ કર્યું છે. આ ફિલ્મનું નામ છે ‘ફાયરબ્રાન્ડ’.

પ્રિયંકાનાં હોમ પ્રોડક્શન બેનરનું નામ છે – પર્પલ પેબલ પિક્ચર્સ. એણે એક ટ્વીટ કરીને જણાવ્યું છે કે, વર્ષ 2018ને અમે અમારી નવી મરાઠી ફિલ્મ ‘ફાયરબ્રાન્ડ’ સાથે આવકારીએ છીએ.

પ્રિયંકાએ વધુમાં લખ્યું છે કે, ‘ફાયરબ્રાન્ડ’નાં દિગ્દર્શક અરુણારાજે પાટીલ છે અને એમણે ફિલ્મનુ શૂટિંગ શરૂ પણ કરી દીધું છે. ટીમ પર્પલ પેબલ પિક્ચર્સની ટીમ, મધુ ચોપરા, સંદીપ ભાર્ગવને હાર્દિક શુભેચ્છા.

મધુ ચોપરા પ્રિયંકાનાં માતા છે.

પ્રિયંકાએ પહેલી બનાવેલી મરાઠી ફિલ્મ છે વેન્ટિલેટર. એનું દિગ્દર્શન રાજેશ માપુસકરે કર્યું હતું અને એમાં આશુતોષ ગોવારીકર, જિતેન્દ્ર જોશી, સુલભા આર્યા, સુકન્યા કુલકર્ણી-મોનેએ અભિનય કર્યો હતો.

વેન્ટિલેટરે 64મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ્સમાં ત્રણ એવોર્ડ જીત્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]