પતિ-પત્ની બન્યાં બાદ પ્રિયંકા-નિકે પહેલી વાર ઉજવી દિવાળી; લક્ષ્મી-ગણેશ પૂજા પણ કરી

મુંબઈ – અમેરિકન સિંગર નિક જોનસની પત્ની બની હોવા છતાં બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા એની ભારતીય સંસ્કૃતિને જરાય ભૂલી નથી. એટલું જ નહીં, એણે અમેરિકામાં એનાં પતિ તથા ઘરનાં સર્વેને પણ દિવાળી તહેવારના રંગે રંગી દીધાં છે.

પ્રિયંકાએ એનાં ઘરમાં પરિવારજનો સાથે દિવાળીની કરેલી ઉજવણીની તસવીરો ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

એમનાં ઘરને લાઈટિંગથી સરસ રીતે શણગારવામાં આવેલું તસવીરમાં જોઈ શકાય છે.

પ્રિયંકાએ આ પહેલાં કડવા ચોથ વ્રતની પણ ઉજવણી કરી હતી અને પતિ નિક સાથેની તસવીરો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી હતી.

પ્રિયંકાએ સોશિયલ મિડિયા પર તસવીરો પોસ્ટ કરવાની સાથે એનાં પ્રશંસકોને દિવાળીની શુભેચ્છા પણ વ્યક્ત કરી છે.

તસવીરમાં એને પીળા રંગની આકર્ષક ફ્લોરલ પ્રિન્ટેડ સાડી અને ગોલ્ડન સ્લીવલેસ બ્લાઉઝમાં જોઈ શકાય છે. એ સુંદર દેખાય છે. એણે એનાં વાળ બુન સ્ટાઈલમાં બાંધ્યા છે જેથી એની મોટી ઈયરિંગ્સ જોઈ શકાય છે. જમણાં હાથમાં ગોલ્ડન વોચ પહેરી છે. પતિ નિક કેઝ્યુઅલ વેરમાં સજ્જ થયો હતો.

(પ્રિયંકાની ટ્વિટર પોસ્ટ)…

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]