‘બોલો, ભારતમાં અવાજ ઉઠાવવા બદલ તમારે કિંમત ચૂકવવી પડે’: તનુશ્રીને બે લીગલ નોટિસ મળી

0
1200

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ જણાવ્યું છે કે એને પીઢ અભિનેતા નાના પાટેકર અને દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી તરફથી બે કાનૂની નોટિસ આપવામાં આવી છે.

તનુશ્રીએ કહ્યું કે, ભારતમાં સતામણી, અપમાન અને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવવા બદલ તમારે આ કિંમત ચૂકવવી પડે છે.

તનુશ્રીએ વધુમાં કહ્યું કે, નાના અને અગ્નિહોત્રી, બંનેના માણસો સાવ જુઠાણાં અને ગેરમાહિતી ઉપજાવી કાઢીને મારી વિરુદ્ધ ગંદો પ્રચાર કરી રહ્યા છે.