‘પતિ પત્ની ઔર વોહ’નું ટ્રેલર રિલીઝ કરાયું; પ્યારમાં ડૂબ્યો કાર્તિક આર્યન

મુંબઈ – કાર્તિક આર્યન, ભૂમિ પેડણેકર અને અનન્યા પાંડે અભિનીત આગામી હિન્દી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વોહ’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે.

ફિલ્મમાં આ ત્રણેની વાર્તા દર્શકોને હસાવશે.

ટ્રેલરમાં બતાવાયું છે કે પરણેલો ચિંટુ ત્યાગી (કાર્તિક આર્યન) પોતાની ઓફિસમાં જોડાયેલી સુંદર છોકરી તપસ્યા (અનન્યા પાંડે)ને પ્યાર કરી બેસે છે. ત્યારબાદ એની પત્ની વેદિકા (ભૂમિ પેડણેકર), તપસ્યા અને ચિંટુ વચ્ચેની વાર્તા.

ફિલ્મમાં કાર્તિક આર્યનનો મિત્ર બનેલો અપારશક્તિ ખુરાના પણ એના જીવનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવતો જોઈ શકાય છે.

ફિલ્મમાં ડાયલોગ્સ હસાવે છે પરંતુ અમુક ડાયલોગ્સની સોશિયલ મિડિયા પર ટીકા થઈ છે, જેમ કે બળાત્કારી.

મુદસ્સર અઝીઝ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ આવતી 6 ડિસેંબરે રિલીઝ કરાશે.

‘પતિ પત્ની ઔર વોહ’ 1978માં આવેલી સંજીવ કુમાર, વિદ્યા સિન્હા, રંજીતા કૌર અભિનીત આ જ શિર્ષકવાળી ફિલ્મની રીમેક છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]