‘પદ્માવતી’ 25 જાન્યુઆરીએ ‘પદ્માવત’ નામે રિલીઝ થશે

મુંબઈ – સંજય લીલા ભણસાલીની વિવાદાસ્પદ હિન્દી ફિલ્મ ‘પદ્માવતી’ ‘પદ્માવત’ શિર્ષક તરીકે આવતી 25 જાન્યુઆરીએ રિલીઝ થશે.

ફિલ્મમાં દીપિકા પદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર મુખ્ય ભૂમિકાઓમાં છે.

ફિલ્મને સેન્સર બોર્ડે યૂ/એ સર્ટિફિકેટ આપ્યું છે.

નિર્માતા કંપની વાયકોમ18 મોશન પિક્ચર્સ સમાચાર સંસ્થાને જણાવ્યા મુજબ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે, પણ એનું ટાઈટલ ‘પદ્માવતી’ નહીં હોય, પણ ‘પદ્માવત’ હશે.

આ ફિલ્મ અગાઉ 1 ડિસેમ્બરે રિલીઝ થવાનું નિર્ધારવામાં આવ્યું હતું, પરંતુ કરણી સેના સહિતના રાજપૂત સંગઠનોએ વિરોધ કરતાં એની રિલીઝ અટવાઈ ગઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]