ઐશ્વર્યા ‘પદ્માવતી’ બનવાની હતી, પણ ભણસાલીને ‘ખિલજી’ મળ્યો નહોતો

મુંબઈ – સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત અને દીપિકા પદુકોણ, રણવીર સિંહ, શાહિદ કપૂર અભિનીત પદ્માવત ફિલ્મ સુપરહિટ નીવડી છે. એમાં દીપિકાની એક્ટિંગની પ્રશંસા કરવામાં આવી છે.

પરંતુ, હવે નવી વાત એ જાણવા મળી છે કે દીપિકાને સાઈન કરી એ પહેલાં ભણસાલી પદ્માવતીનાં રોલમાં ઐશ્વર્યા રાયને ચમકાવવા ઈચ્છતા હતા.

ખુદ ઐશ્વર્યાએ જ આ વાત એક મુલાકાતમાં કહી છે. એણે કહ્યું કે, ભણસાલી પદ્માવતમાં મને લેવા માગતા હતા, પણ એ વખતે એમને મારા માટે ખિલજીના પાત્ર માટે કોઈ યોગ્ય અભિનેતા મળ્યો નહોતો. તેથી મને એ ફિલ્મમાં કામ કરવા મળ્યું નહીં.

ઐશ્વર્યાએ એમ પણ કહ્યું છે કે કોઈ નવી ફિલ્મ માટે ભણસાલી સાથે ફરીવાર કામ કરવાનું પોતાને ગમશે.

ઐશ્વર્યાને ચમકાવતી ‘ફન્ને ખાન’ ગયા જ અઠવાડિયે રિલીઝ થઈ છે. એમાં એણે ગાયિકા બેબીસિંહની ભૂમિકા કરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]