અમૃતા ફડણવીસે ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મનાં ગીત પર ડાન્સ કર્યો

મુંબઈ – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અમૃતા ફડણવીસે એક કાર્યક્રમમાં કરેલાં નૃત્યનો વિડિયો હાલ સોશિયલ મિડિયા પર વાયરલ થયો છે.

અમૃતાએ એક ઘરેલુ લગ્ન સમારંભમાં ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મના ‘મૈં દિવાની-મસ્તાની હો ગઈ’ ગીત પર ડાન્સ કર્યો છે.

અમૃતાએ પોતે જ આ વિડિયો એમનાં ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.

એમણે આ વિડિયો સાથેની કેપ્શનમાં લખ્યું છે કે ‘એક ઘરેલુ કાર્યક્રમ વખતે આનંદની ક્ષણ’ એવું લખ્યું છે.

‘મૈં દિવાની-મસ્તાની હો ગઈ’ ગીતની ધૂન પર અમૃતા ફડણવીસે દીપિકા પદુકોણની સ્ટાઈલમાં ડાન્સ કર્યો છે. ડાન્સ કરવામાં એમની સાથે એક અન્ય મહિલા પણ જોડાઈ હતી.

અમૃતા ફડણવીસ અવારનવાર જુદા જુદા કારણસર સોશિયલ મિડિયા પર ચર્ચામાં રહેતાં હોય છે.

અગાઉ એમણે બોલીવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન સાથે એક ગીત ગાયું હતું, ત્યારબાદ મુંબઈ-ગોવા લક્ઝરી જહાજના ઉદઘાટન વખતે એમણે જહાજની કિનારી પર જોખમી રીતે બેસીને સેલ્ફી લીધી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]