પરિણિતીને ફિલ્મોમાં વધારે ગીતો ગાવાની ઈચ્છા છે

મુંબઈ – તાજેતરમાં જ રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘કેસરી’માં ‘તેરી મિટ્ટી’ ગીત પોતાનાં જ સ્વરમાં ગાનાર અભિનેત્રી પરિણિતી ચોપરાને હજી વધારે ગીતો ગાવાની ઈચ્છા છે અને પોતાને એ માટે તક આપવા અને એની ગાયકીની ટેલેન્ટનો વધારે લાભ લેવા એ સંગીતકારોને કહી રહી છે.

એક નિવેદનમાં પરિણિતીએ કહ્યું કે, ‘મને લાગે છે કે વધારે ગીતો ગાવાનો મારા માટે સમય હવે આવી ગયો છે. હું શું કરી શકું એમ છું એ હું લોકોને બતાવવા માગું છું, કારણ કે મને લાગે છે કે હું સારું ગાઈ શકું છું. મેં ગાયકી માટે પૂરતી તાલીમ લીધી છે અને હું મારી આ કળાને વધારે પ્રદર્શિત કરવા માગું છું, જેથી હું વધારે ને વધારે સારું ગાઈ શકું.’

પરિણિતીએ વધુમાં કહ્યું છે કે, ‘મારે મધુર ધૂનવાળા ગીતો ખૂબ ગાવા છે. જે સંગીતકારો નવા ગાયકોની તલાશ કરતા હોય તો એમને મારી અપીલ છે કે તેઓ મને પણ તક આપે.’

‘તે’રી મિટ્ટી’ ગીતનું પરિણિતીનાં વર્ઝનને શ્રોતાઓ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રી તરફથી સરસ પ્રતિસાદ મળ્યો છે.

પરિણિતીએ હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયકીની તાલીમ લીધી છે. ‘તેરી મિટ્ટી’ એનું બીજું ગીત છે. આ પહેલાં એણે ‘મેરી પ્યારી બિંદુ’ ફિલ્મમાં ‘માના કે હમ યાર હૈ’ ગીત ગાયું હતું.

પોતાનાં સંગીત માટેનાં પ્રેમને વધારવાનો શ્રેય પરિણિતી એનાં પિતા પવન ચોપરાને આપે છે.

(સાંભળો  ‘કેસરી’ ફિલ્મમાં પરિણિતીનાં સ્વરમાં ‘તેરી મિટ્ટી’ગીત…)

httpss://youtu.be/7vNQZEMgo4w

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]