રણવીર-દીપિકાનું સ્વદેશાગમન; બંનેએ મુંબઈમાં એમનાં નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો

મુંબઈ – ગયા અઠવાડિયે 14-15 નવેમ્બરે ઈટાલીમાં લગ્ન કરનાર બોલીવૂડ કલાકારો રણવીર સિંહ ભવનાની અને દીપિકા પદુકોણ ભારત પાછાં ફર્યાં હતાં. આજે સવારે 8 વાગ્યાની આસપાસ બંને જણ મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચ્યા બાદ પ્રશંસકોએ એમનું સ્વાગત કર્યું હતું.

રણવીર અને દીપિકા, બંને સુંદર દેખાતાં હતાં. તેઓ ઓફ્ફ-વ્હાઈટ પરંપરાગત પોશાકમાં સજ્જ હતાં. રણવીરે શેરવાની અને ઉપર લાલ રંગનું જેકેટ પહેર્યું હતું જ્યારે દીપિકા સિલ્ક પંજાબ સૂટમાં સુંદર દેખાતી હતી. દીપિકાએ સેંથામાં સિંદૂર ભર્યું હતું.

રણવીર અને દીપિકાએ ઈટાલીના લેક કોમો ખાતે કોંકણી અને સિંધી, એમ બે સમાજના રીતરિવાજ અનુસાર લગ્ન કર્યાં હતાં.

રણવીર-દીપિકા મુંબઈમાં આવી પહોંચ્યાં બાદ એરપોર્ટથી ખાર ઉપનગર તરફ જવા રવાના થયા હતાં જ્યાં એમણે રણવીરે ખરીદેલા નવા ઘરમાં ગૃહપ્રવેશ કર્યો હતો.

રણવીર અને દીપિકા ઈટાલીના મિલાન શહેરમાંથી મુંબઈ આવી પહોંચ્યા હતા.

દીપિકા અને રણવીરે એરપોર્ટ પર અધિકારીઓ સાથે તસવીરો પણ પડાવી હતી.

ઈટાલીમાં રણવીર-દીપિકાનાં લગ્નનો સમારંભ એકદમ ખાનગી રાખવામાં આવ્યો હતો.

રણવીર-દીપિકા અત્યાર સુધીમાં ‘ગોલિયોંકી રાસલીલા રામ-લીલા’, ‘બાજીરાવ મસ્તાની’ અને ‘પદ્માવત’ ફિલ્મોમાં સાથે અભિનય કરી ચૂક્યાં છે.

રણવીર-દીપિકા મુંબઈમાં ખાર ઉપનગરમાં એમનાં નવા ઘરમાં…રણવીર-દીપિકાએ ગૃહપ્રવેશ કર્યા બાદ પ્રેસ ફોટોગ્રાફરોને તસવીરો આપી હતીપતિ-પત્ની રણવીર-દીપિકા મુંબઈમાં એમનાં નવા ઘરમાં