નિક-પ્રિયંકાનો નવો વીડિયો વાયરલઃ ઉડીને આંખે વળગ્યો પ્રેમ…

નવી દિલ્હીઃ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનો પ્રેમ લગ્ન બાદ પણ જબરબદસ્ત રીતે ઉડીને આંખે વળગી રહ્યો છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ખૂબ ઓછી જગ્યાએ એકબીજા વગર સામે આવે છે, આ કપલનો નવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી છે. આ વાયરલ વીડિયો નિક જોનાસના એક શો નો છે, જેમાં તેઓ પર્ફોર્મ કરી રહ્યા છે, અને પ્રિયંકા ચોપરા પોતાની માતા સાથે ક્રાઉડમાં સૌથી આગળ ઉભી છે. નિક જોનાસ આ વીડિયોમાં પ્રિયંકા ચોપરાને લઈને પોતાના પ્રેમનો ઈઝહાર ખૂબ અનોખા અંદાજમાં કરે છે.પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, આ વીડિયોમાં બંન્નેનો એકબીજા પ્રત્યેનો જબરદસ્ત પ્રેમ દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં નિક જોનાસ સ્ટેજ પર પર્ફોર્મ કરી રહ્યા છે અને તે પ્રિયંકાને આઈ લવ યૂ કહે છે. ત્યારબાદ નિક જોસાર પહેલા પ્રિયંકા ચોપરાની માતા બાજુ આવે છે અને પછી પ્રિયંકાને મળે છે. આ પ્રકારે પ્રિયંકા અને નિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જ્યારે બંન્ને સાથે ક્યાંય જાય છે ત્યારે તેમનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. આ વીડિયોને તેમના ફેન્સે શેર કર્યો છે.

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે. જો વાત પ્રિયંકાની ફિલ્મોની કરીએતો તેની નેક્સ્ટ ફિલ્મ ફરહાન અખ્તર સાથે ધ સ્કાય ઈઝ પિંક છે. પ્રિયંકા ચોપરાની આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, અને આને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મમાં જાયરા વસીમ પણ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]