નીલ નીતિન મુકેશ પિતા બન્યો; પત્ની રુકમિણીએ દીકરીને જન્મ આપ્યો

મુંબઈ – બોલીવૂડ અભિનેતા નીલ નીતિન મુકેશ અને એની પત્ની રુકમિણી માતાપિતા બન્યાં છે. રુકમિણીએ પુત્રીને જન્મ આપ્યો છે. દંપતીનું આ પ્રથમ સંતાન છે.

રુકમિણીએ આજે બપોરે અહીંની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો હતો.

નીલે ગયા એપ્રિલમાં જાહેરાત કરી હતી કે એની પત્ની ગર્ભવતી છે.

ત્યારે જ નીલે કહ્યું હતું કે, ‘અમારા પરિવારમાં કોઈ પણ આવે, દીકરો કે દીકરી, અમે એને આવકારવા આતુર છીએ. બસ, અમારું બાળક તંદુરસ્ત હોવું જોઈએ.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]