નેહા, અંગદે એમની દીકરીનું નામ પાડ્યું ‘મેહર ધુપીયા બેદી’

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી નેહા ધુપીયા અને અભિનેતા અંગદ બેદીએ એમનાં પ્રથમ સંતાન રૂપે જન્મેલી પુત્રીનું નામ ‘મેહર ધુપીયા બેદી’ પાડ્યું છે.

નેહાએ ગઈ 18 નવેમ્બરે પુત્રીને જન્મ આપ્યો હતો.

38 વર્ષની નેહાએ ઈન્સ્ટાગ્રામ પર એની પુત્રીએ પહેરેલાં ઉનનાં મોજાં (બુટીઝ)ની તસવીર શેર કરી હતી.

એ તસવીર સાથેની કેપ્શનમાં નેહાએ લખ્યું છે, ‘મેહર ધુપીયા બેદી સેઝ હેલ્લો ટુ ધ વર્લ્ડ.’

નેહાનાં પતિ અંગદે માતા-પુત્રીની તબિયત વિશે આજે ટ્વિટર પર અપડેટ કરતા લખ્યું કે એની બંને છોકરીઓની તબિયત સરસ છે.

નેહા અને અંગદે આ વર્ષના મે મહિનામાં ઉતાવળે લગ્ન કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધાં હતાં.

ત્યારબાદ ઓગસ્ટમાં નેહા ગર્ભવતી હોવાની જાણકારી બંનેએ આપી હતી.