પૂછપરછઃ એક જ ફિલ્મમાં ડબલ રોલથી વધુ ભૂમિકાઓ નિભાવનાર બોલીવૂડ અભિનેતાઓ કયા?

0
1565

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧ સપ્ટેંબર, ૧૯૯૮ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

મનીષા અને સંજય પી. ડોડિયા (ફુદમ)

સવાલઃ કયા અભિનેતાઓએ એક જ ફિલ્મમાં ડબલ રોલથી વધુ ભૂમિકાઓ નિભાવી છે?

જવાબઃ સંજીવ કુમાર, મહેમૂદ, દેવેન વર્મા, દિલીપકુમાર, અમિતાભ બચ્ચન, રજનીકાંત અને કમલ હાસને. ‘નયા દિન નઈ રાત’ (1974)માં સંજીવ કુમારે નવ રોલ અદા કર્યા હતા (ઉપરની તસવીર). મહેમૂદે ‘હમજોલી’ (1970)માં 3 રોલ, દેવેન વર્માએ ‘બેશરમ’ (1978)માં 3 રોલ, દિલીપકુમારે ‘બૈરાગ’ (1976)માં 3 રોલ, અમિતાભ બચ્ચને ‘મહાન’ (1983)માં 3 રોલ, રજનીકાંતે ‘જોન, જાની, જનાર્દન’ (1984)માં 3 રોલ અને કમલ હાસને ‘અપ્પુ રાજા’ (1990)માં ટ્રિપલ રોલ ભજવ્યા હતા.

‘હમજોલી’માં મહેમૂદ