‘મુલ્ક’ ફિલ્મ માટે દાઉદ, કોંગ્રેસ કે આરએસએસ તરફથી ફંડ મળ્યું નથીઃ દિગ્દર્શકની ચોખવટ

મુંબઈ – સોશિયલ મિડિયા પર પોતાની ટીકા કરનાર અમુક લોકોને આગામી હિન્દી ફિલ્મ ‘મુલ્ક’ ફિલ્મના દિગ્દર્શક અનુભવ સિન્હાએ એક ખુલ્લા પત્ર દ્વારા જવાબ આપ્યો છે અને સ્પષ્ટતા કરી છે.

એમણે લખ્યું છે કે એમની ‘મુલ્ક’ ફિલ્મ માટે એમને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ, કોંગ્રેસ પાર્ટી કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સંસ્થા તરફથી કોઈ ફંડ મળ્યું નથી.

‘મુલ્ક’ ફિલ્મમાં તાપસી પન્નૂએ વકીલનો રોલ કર્યો છે અને રિશી કપૂર એક મુસ્લિમના રોલમાં છે.

અનુભવ સિન્હાએ વધુમાં લખ્યું છે કે મારી ફિલ્મને હિન્દુઓ કે મુસ્લિમો વિશે કંઈ લાગતું વળગતું નથી.

સોશિયલ મિડિયા પર અમુક લોકોએ એવો આરોપ મૂક્યો છે કે મુલ્ક ફિલ્મ દ્વારા નિર્માતા પક્ષપાતનો ફેલાવો કરે છે.

ફિલ્મમાં એક મુસ્લિમ પરિવાર ત્રાસવાદના એક ષડયંત્રમાં કેવો ફસાઈ જાય છે એની વાર્તા છે.

httpss://twitter.com/anubhavsinha/status/1018564166490058752

સિન્હાએ એમની ટીકા કરનારાઓને વળતો જવાબ આપ્યો છે કે મારી ફિલ્મના માફિયા કે કોઈ રાજકીય પાર્ટી તરફથી ફંડ મળ્યું નથી. તમે દાઉદને પૂછી શકો છો. તમે રાહુલ ગાંધી કે મોહન ભાગવતને પૂછી શકો છો. મારી ફિલ્મને દીપક મુકુટ અને એમના પિતા કમલ મુકુટ તરફથી ફંડ મળ્યું છે જેઓ આ બિઝનેસમાં અગ્રણી ગણાય છે.

‘મુલ્ક’ ફિલ્મમાં નીના ગુપ્તા, મનોજ પાહવા, કુમુદ મિશ્રા, આશુતોષ રાણા, પ્રતિક બબ્બરની પણ મહત્ત્વની ભૂમિકા છે.

ફિલ્મ ત્રીજી ઓગસ્ટે રિલીઝ થવાની છે.

httpss://youtu.be/1MjC30zo1KA

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]