જુનિયર મિથુન ચક્રવર્તીની બોલીવુડમાં એન્ટ્રી

નવી દિલ્હીઃ હિંદી સિનેમાના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તીનો નાનો દિકરો નમાશી ચક્રવર્તી પોતાના ફિલ્મી કરીયરની શરુઆત કરવાની તૈયારીમાં છે. નમાશીની ડેબ્યૂ ફિલ્મ બેડ બોયનું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે કે જેને સલમાન ખાન અને અમિતાભ બચ્ચને શેર કર્યું છે. પોસ્ટર પર નમાશી અને તેની લીડિંગ લેડી આમરીન કુરેશીને દર્શાવવામાં આવ્યા છે. આમરીન પણ આ ફિલ્મથી બોલીવુડમાં પોતાની એન્ટ્રી કરી રહી છે. પોસ્ટર સાથે સલમાને લખ્યું છે કે, બેડ બ્વોય માટે શુભેચ્છાઓ નમાશી. પોસ્ટર જોરદાર છે. બેડ બ્વોયના નિર્દેશક રાજકુમાર સંતોષીએ કહ્યું કે, અત્યારે રીલીઝની તારીખ અને કોઇ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. અત્યારની પરિસ્થિતિને જોતા અત્યારે સિનેમાઘરોમાં ફિલ્મ રીલીઝને લઇને મોટી અનિશ્ચિતતાઓ છે.

મિથુન ચક્રવર્તી સાથે સલમાન ખાનના ખૂબ જ સારા સંબંધ છે. મિથુને સલમાન ખાનની ફિલ્મ વીરમાં તના પિતાનો રોલ કર્યો હતો. જ્યારે અમિતાભ બચ્ચને પણ ફિલ્મના પોસ્ટર શેર કરતા લખ્યું કે, મિથુનના નાના પુત્ર નમાશીની ડેબ્યુ ફિલ્મ પર તેને શુભકામનાઓ… મિથુને અમિતાભ સાથે ગંગા જમના સરસ્વતી અને અગ્નિપથ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

નમાશીએ આ બંન્ન દિગ્ગજોનો આભાર વ્યક્ત કર્યો હતો. નમાશીએ લખ્યું કે, મારી ડેબ્યું ફિલ્મ માટે સલમાન ખાન અને અમિતાભ બચ્ચન દ્વારા મળેલા આર્શીવાદ અને સપોર્ટ જે મળ્યો છે તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. આની મે કલ્પના પણ નહોતી કરી કે મારી શરૂઆતનુંં સ્વાગત આવી રીતે થશે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]