‘મિશન મંગલ’નું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું…

0
973

મુંબઈ – ઘણા સમયથી જેની આતુરતાપૂર્વક વાટ જોવાઈ રહી હતી એ આગામી ફિલ્મ ‘મંગલ મિશન’નું ટ્રેલર આજે લૉન્ચ કરવામાં આવ્યું. મુંબઈમાં યોજાયેલા આ ઈવેન્ટમાં ફિલ્મના મુખ્ય કલાકાર અક્ષયકુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નૂ, સોનાક્ષી સિંહા, કીર્તિ કુલ્હારી, દક્ષિણની લોકપ્રિય અભિનેત્રી નીત્યા મેનન-દત્તા તથા ફિલ્મના ડિરેક્ટર જગન શક્તિ ઉપસ્થિત રહ્યા હતા.

2013માં ભારતે સફળતાપૂર્વક હાથ ધરેલા મંગળ મિશનની વાત કહેેતી આ ફિલ્મના અઢી મિનિટના ટ્રેલરનો ઉપાડ થાય છે અક્ષયના આ સંવાદ સાથેઃ “ધેર ઈઝ નો સાયન્સ વિધાઉટ એક્સપરિમેન્ટ.”..

આ અવસરે અક્ષયને આડકતરી રીતે કંગના રણોટ-પત્રકારના શાબ્દિક યુદ્ધ વિશે  સવાલ પૂછવામાં આવતાં અક્ષયે કબૂલ્યું હતું કે “અમને અમારી વાત લોકો સુધી પહોંચાડવા મિડિયાની ખૂબ જરૂર છે. જો કે આ જે કંઈ બન્યું તે વખતે હું લંડનમાં હતો એટલે એ વિશે ઝાઝી કંઈ ખબર નથી, પણ હું ઈચ્છું કે આનો ઝટ નિવેડો આવી જાય.”

સમાજના વિભિન્ન વર્ગમાંથી આવતા વિજ્ઞાની (ખાસ કરીને પાંચ મહિલા) મળીને ઈસરોને એક અસામાન્ય સિદ્ધિ અપાવે છે એની કથા કહેતી ‘મિશન મંગલ’ 15 ઑગસ્ટે રિલીઝ થશે અને જૉન અબ્રાહમની ‘બાટલા હાઉસ’ સાથે ટકરાશે.

પત્રકાર પરિષદમાં અક્ષય કુમારે ફિલ્મમાં તેના સાથી કલાકારોને સ્ટેજ પર બોલાવી એમના પાત્રો વિશે જાણકારી આપી હતી.

(અહેવાલ, તસવીરો, વિડિયોગ્રાફી – કેતન મિસ્ત્રી)

httpss://youtu.be/aNulXDgp4Nc

(આ છે, ‘મિશન મંગલ’નું ટ્રેલર )

httpss://youtu.be/q10nfS9V090