ફિલ્મ ‘મિશન મંગલ’નું ટીઝર રિલીઝ કરાયું; અક્ષયનો લુક ઈમ્પ્રેસ કરે છે

મુંબઈ – અક્ષય કુમાર, તાપસી પન્નૂ, વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા અને શરમન જોશી અભિનીત આગામી હિન્દી ફિલ્મ ‘મિશન મંગલ’નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર આશરે 45 સેકંડનું છે.

ટીઝરની શરૂઆતમાં અક્ષય પોતાના મિશન વિશે સમજાવતો નજરે પડે છે.

ફિલ્મનું ટીઝર જોઈને એવું લાગે છે કે આખી ફિલ્મમાં અક્ષય ઘણી મહત્ત્વની ભૂમિકામાં છે.

એવી જ રીતે, વિદ્યા, સોનાક્ષી અને તાપસી પણ દમદાર રોલ કરી રહી હોય એવું લાગે છે.

ટીઝરમાં એક રોકેટ અવકાશમાં જતું દેખાય છે જ્યારે બેકગ્રાઉન્ડમાં વંદેમાતરમનું સંગીત સંભળાય છે.

‘મિશન મંગલ’ આ વર્ષની 15 ઓગસ્ટે દેશભરમાં રિલીઝ થવાની છે.

અક્ષય કુમારે આ ફિલ્મનું ટીઝર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. એની સાથે એણે લખ્યું છે – એક દેશ, એક સપનું, એક ઈતિહાસ, ભારતની મંગળ ગ્રહ સુધીની સાચી કહાની.

આ ટીઝરમાં જણાય છે કે મંગલને અવકાશમાં મોકલવા માટે સમગ્ર ટીમ ઘણી તૈયારીઓ કરી રહી છે.

ટીઝરની શરૂઆત થાય છે એક સેટેલાઈટની ઝલક સાથે, જેની પર ભારતનો ઝંડો લગાડેલો દેખાય છે.

ટીઝરના અંતમાં સેટેલાઈટને લોન્ચ કરતો બતાવવામાં આવ્યો છે. ટીઝરનાં બધા દ્રશ્યો દમદાર છે.

ફિલ્મમાં અક્ષય એક વરિષ્ઠ સ્પેસ વિજ્ઞાનીનો રોલ કરે છે, જે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વિજ્ઞાનીઓનાં એક જૂથથી પ્રેરિત છે.

આ ફિલ્મ સ્પેસ વિજ્ઞાની રાકેશ ધવનનાં જીવન પર આધારિત છે. મંગળના ગ્રહ પર ભારતના પ્રથમ સેટેલાઈટને લોન્ચ કરવાના મિશનમાં વિજ્ઞાનીઓને નડતા અવરોધો અને સમક્ષ ખડા થતા પડકારો અને આખરે મેળવેલી અનન્ય સિદ્ધિને દર્શાવવામાં આવી છે.

httpss://www.instagram.com/p/Bzr2Z5qHsr0/