‘મિશન મંગલ’નું શૌર્ય ગીત ‘દિલ મેં માર્સ હૈ’ રિલીઝ કરાયું; પ્રેરણાત્મક છે

મુંબઈ – ભારતના મંગળ મિશન પર આધારિત ફિલ્મ ‘મિશન મંગલ’નું ટ્રેલર રિલીઝ કરાયા બાદ આજે એનું પહેલું ગીત, જે શૌર્ય ગીત છે, તે રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતનું શીર્ષક છે ‘ક્યૂંકી દિલ મેં માર્સ હૈ’. ગીત રિલીઝ થતાં સોશિયલ મિડિયા પર છવાઈ ગયું છે.

આ ગીતમાં અવકાશ સંશોધનના વિજ્ઞાનીઓની એક ટૂકડીને એમના મિશનને ગમે તે રીતે સફળ બનાવવા માટે એમના શ્રેષ્ઠ પ્રયાસો કરતા બતાવવામાં આવ્યા છે.

વૈજ્ઞાનિકોની ભૂમિકામાં છે અક્ષય કુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિન્હા, શરમન જોશી, કીર્તિ કુલ્હારી, નિત્યા મેનન અને એચ.આર. દત્તાત્રેય. ગીતમાં આ દરેક કલાકારના પાત્રની વાર્તાની ઝલક જોવા મળે છે.

વિદ્યા બાલન તારા શિંદે નામની પ્રોજેક્ટ ડાયરેક્ટરનો રોલ કરી રહી છે. તે ઉત્તમ આઈડિયા આપે છે અને અક્ષયનું પાત્ર રાકેશ ધવન એને સમર્થન આપે છે જે મિશન ડાયરેક્ટર છે. ગીતમાં પાત્રોને આનંદ માણતા પણ જોઈ શકાય છે.

સંગીતકાર અમિત ત્રિવેદી રચિત ધૂન પર ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય લિખિત આ ગીત માટે સ્વર આપ્યો છે બેની દયાલ અને વિભા સરાફે. સહગાયકો છેઃ રાજીવ સુંદરેસન, અરૂણ કામત અને સુહાસ સાવંત.

‘મિશન મંગલ’ ફિલ્મ આવતી 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે.

જુઓ ફિલ્મનું ગીત…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]