માધુરી દીક્ષિતે રોમેન્ટિક અંદાજમાં ઉજવી 20મી મેરેજ એનિવર્સરી

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી માધુરી દીક્ષિત તેમના કામ અને અનોખા અંદાજને કારણે બોલીવુડમાં અલગ જ ઓળખ બનાવી છે. હાલ માધુરી ફિલ્મોથી દૂર રહેવા છતા માધુરી દીક્ષિતનો બોલીવુડમાં અલગ જ દબદબો છે. ફિલ્મી દુનિયાથી દૂર અભિનેત્રી તેમની 20મી લગ્ન વર્ષગાંઠ ઉજવી, જેના કેટલાક ફોટો તેમણે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા. આ ફોટોમાં માધુરી દીક્ષિત ડોક્ટર શ્રીરામ નેને સાથે રોમેન્ટિક અંદાજમાં દેખાઈ રહી છે. બંન્નેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

અભિનેત્રી માધુરી દીક્ષિત અને તેમના પતિ ડોક્ટર નેને હાલ સેશેલ્સમાં રજાઓ માણી રહ્યા છે અને ત્યાં જ તેમણે તેમના લગ્નની 20મી વર્ષગાંઠને ખૂબસૂરત અંદાજમાં ઉજવી. તેમની એક તસવીરમાં માધુરી તેમના પતિને ગાલ પર કિસ કરતી નજર આવી રહી છે.

આ તસવીર શેર કરતા તેમણે લખ્યું કે, ‘સોલમેટ્સ ફોરએવર’ આ ઉપરાંત માધુરીએ તેમના પતિ સાથેની અન્ય તસવીરો પણ શેર કરી છે. અન્ય એક તસવરી શેર કરતા માધુરીએ લખ્યું કે, લગ્ન વર્ષગાંઠના ખુબ અભિનંદન ડો. નેને. અહીં જશ્ન મનાવવા માટે હજુ અનેક વર્ષો છે.

મહત્વનું છે કે, માધુરી દીક્ષિત અને ડોક્ટર નેનેના લગ્ન 18 ઓક્ટોબર 1999માં થયા હતાં. માત્ર લગ્નની વર્ષગાંઠ પર જ નહીં માધુરી અવારનવાર તેમના પતિ સાથે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેક કરતી રહે છે. માધુરી દીક્ષિત છેલ્લા કલંક ફિલ્મમાં જોવા મળી હતી.  આ ઉપરાંત તે જજ તરીકે ડાંસ દિવાને -2માં પણ જોવા મળી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]