લતાજીનો 90મો જન્મદિવસ: સચિનનો વીડિયો મેસેજ…

નવી દિલ્હીઃ  સુર કોકિલા લતા મંગેશકર આજે તેમનો 90મો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. ભારત રત્ન, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર જેવા પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત લતાજી બાળપણથી આજ સુધી હજારો ગીત ગાઈ ચુક્યા છે. લતાજીને ક્રિકેટ પસંદ છે અને તે સચિન તેંડુલકરને પોતાનો ફેવરિટ ક્રિકેટર માને છે. સચિન પણ લતાજીના ગીતને પસંદ કરે છે અને તે તેના ફેવરિટ સિંગર છે. સચિને વીડિયો મેસેજ દ્વારા લતાજીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સચિને આ વીડિયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.

માસ્ટર બ્લાસ્ટરે 1.25 મિનિટના આ વીડિયોને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર દીદી (લતા મંગેશકર) ને ટેગ કરીને પોસ્ટ કર્યો છે. આ વીડિયોની સાથે સચિને લખ્યું કે, લતા મંગેશકર દીદી આપકો 90માં જન્મદિવસની શુભેચ્છા. ઈશ્વર તમને સારુ સ્વાસ્થ્ય અને ખુશી આપે.

સચિને વીડિયોમાં શુભેચ્છા આપતા જણાવ્યું કે, તેને યાદ નથી કે તેણે લતાજીનું પ્રથમ ગીત ક્યારે સાંભળ્યું હતું, પરંતુ તેને વિશ્વાસ છે કે તેણે દીદીનું પ્રથમ ગીત ત્યારે સાંભળ્યું હતું જ્યારે તે પોતાની માતાના પેટમાં હશે. આ સિવાય સચિને તે પણ પળ પણ યાદ કરાવી જ્યારે લતાજીએ તેના માટે ગીત તૂ..જહાં..જહાં..ચલેગા, મેરા સાયા સાથ હોગા…ગાયું હતું. સચિને જણાવ્યું કે આ તેમના માટે સૌથી મોટી ગિફ્ટ છે.

સચિને કહ્યું, ‘માત્ર આ ગીત નહીં જે રીતે તમે મને પુત્ર જેવો પ્રેમ આપ્યો છે. હંમેશા આશીર્વાદ આપ્યા છે હું ક્યારેય ભૂલિશ નહીં.’ સચિને કહ્યું કે, સૌથી મોટી ભેટ ભગવાને તેને જે આપી છે તે લતા જી છે. સચિન હંમેશાથી લતાજીના ગીતોનો દીવાનો રહ્યો છે, સચિન તેમના વોકમેન કે અન્ય મ્યૂઝિક ઉપકરણોમાં લતા મંગેશકરના ગીતોનું ખાસ ક્લેક્શન રાખતો હતો. આ તરફ લતાજી પણ સચિનની રમતના મોટા ફેન રહ્યા છે. દીદીએ ઘણી વખત જણાવ્યું કે, તેમને તક મળવા પર તે સચિનની બેટિંગ જોવાનું પસંદ કરતી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]