લારા દત્તા બાઇક ચલાવતા કેમ ડરી ગઇ?

મુંબઈઃ અભિનેત્રી લારા દત્તાનું કહેવું છે કે તે પોતાના જે ડિજિટલ શો થી ડેબ્યુ કરવા જઈ રહી છે તેમાં તે સાડીમાં બાઈક ચલાવવાને લઈને ગભરાયેલી હતી. લારાએ આ શ્રૃંખલા હંડ્રેડ માં એક જગ્યાએ પારંપરિક નવવારી સાડીમાં મહિલાઓની બાઈક રેલીનું નેતૃ્ત્વ કર્યું છે. હંડ્રેડ માં સૌમ્યા શર્માના રુપમાં મારા માટે સૌથી સારા અનુભવો પૈકી એક નવવારી સાડી પહેરીને રોયલ એનફીલ્ડ મોટરસાઈકલની સવારી કરવી તે હતો. આ નિશ્વિત રુપથી એવું કામ હતું કે જે મેં પહેલા ક્યારેય કર્યું નહોતું. હું જ્યારે કિશોરી હતી ત્યારે બાઈક ચલાવતી હતી પરંતુ મુંબઈમાં આવી પછી તો ક્યારેય બાઈક ચલાવ્યું નથી.

તેમણે કહ્યું કે, મને બાઈક ચલાવ્યે આશરે 20 વર્ષ થઈ ગયા છે, એટલા માટે હું નિશ્ચિત રુપથી રોડ પર ઉતરવા અને સાડીમાં બાઈક ચલાવવા જેવા કામોને લઈને ગભરાઈ ગઈ હતી. પરંતુ મારી બાઈક સવારી શાનદાર રહી. અમે એક કારણને લઈને આ રેલી કાઢીએ છીએ એટલા માટે અમે તમામ લોકોએ નવવારી સાડી પહેરી હતી. શોના ભાગના રુપમાં અને પોલીસ ડિવીઝનમાં ગુડી પડવો મનાવી રહ્યા હતા કે જે મારા પાત્ર સૌમ્યાનો એક ભાગ હતો. ખૂબ મઝા આવી. અમે ખરેખર ટ્રાફિક રોકી દીધો હતો. આ નિશ્ચિત રુપથી મારા જીવનમાં સ્ક્રીન પર કરવામાં આવેલું સૌથી સારું કામ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]