બીગ બોસની 14 મી સીઝન થોડી મોડી શરુ થાય તેવી શક્યતા

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉનમાં લોકોના ધંધા રોજગાર ઠપ્પ છે. ફિલ્મો, રિયાલીટી શો અને સીરીયલોના શૂટિંગ પણ બંધ છે. જો કે, ટેલિવિઝનના જાણિતા શો બીગ બોસના પ્રોડ્યુસર પોતાના શોની 14 મી સીઝને લઈને અત્યારે ચર્ચામાં છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના વાયરસના કારણે હવે ફેન્સને બીગ બોસની 14 મી સીઝન માટે થોડી રાહ જોવી પડશે. આ સીઝન પહેલાની સીઝનના મુકાબલે થોડી મોડી પ્રસારિત થશે. પ્રાપ્ત વિગતો અનુસાર, બિગ બોસની 14 મી સીઝનમાં મેકર્સ સોશિયલ ડિસ્ટન્સિંગના કોન્સેપ્ટને પણ એડ કરવાનો વિચાર કરી રહ્યા છે. બિગ બોસમાં ક્રૂ અને કન્ટેસ્ટન્ટની સાથે આશરે 300 જેટલા લોકોની જરુર પડે છે. આમાં પીસીઆર, ટેક્નિશિયન અને એડિટર્સની ટીમનો પણ સમાવેશ થાય છે. આ કારણે આ મેકર્સ માટે ખૂબ ચેલેન્જિંગ બની જવાનું છે. અને આ બધાનો વિચાર કર્યા બાદ જ અત્યારે તૈયારીઓ પહેલાથી જ શરુ કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જલ્દી જ સલમાન ખાન બિગ 14 નો પ્રોમો વીડિયો શૂટ કરશે અને આ સિઝન જૂનમાં જ અનાઉન્સ થશે. જો કે, આને લોકડાઉનના કારણે થોડી પાછી ઠેલવવામાં આવે તોપણ નવાઈ નહી. બિગ બોસની 13 મી સીઝન ફેબ્રુઆરીમાં ખતમ થઈ છે અને તે ખૂબ પોપ્યુલર રહી હતી. નિર્માતા પહેલા જેવી સફળતા ફરીથી મેળવવા માંગે છે અને ટીવી લોકપ્રિય ચહેરાઓને પોતાના શોમાં લાવવાની તૈયારી કરી રહ્યા છે.