અંગત તસવીરો ઈન્ટરનેટ પર લીક થઈઃ અક્ષરા હાસને મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી

0
1401

મુંબઈ – સાઈબર-ગુનાઓની લેટેસ્ટ ભોગ બની છે દક્ષિણ ભારતીય ફિલ્મો તેમજ બોલીવૂડના જાણીતા અભિનેતા કમલ હાસનની નાની પુત્રી અક્ષરા હાસન. એની અમુક અંગત સેલ્ફી તસવીરો અમુક દિવસો પહેલાં ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ હતી અને વાઈરલ થઈ છે.

કમલ હાસન અને અભિનેત્રી સારિકાની પુત્રી અક્ષરાએ આ વિશે મુંબઈ પોલીસના સાઈબર વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. આંતરવસ્ત્રોમાં સજ્જ થયેલી અક્ષરાની તસવીરો લીક થઈ છે અને એને કારણે ખળભળાટ મચી ગયો છે.

અક્ષરાએ 2015માં અમિતાભ બચ્ચન અને ધનુષ સાથે ‘શમિતાભ’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.

પોલીસમાં ફરિયાદ નોંધાવ્યાની જાણ અક્ષરાએ ટ્વિટર મારફત જ કરી છે. એણે કહ્યું છે કે પોતાની આ તસવીરોને લીક કરવા માટે જવાબદાર વ્યક્તિને શોધી કાઢવામાં મદદરૂપ થવાની એણે પોલીસને વિનંતી કરી છે.