‘કલંક’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરાયું; પ્યાર, લોભ અને જટિલ સંબંધોની વાર્તા

મુંબઈ – મલ્ટીસ્ટાર ફિલ્મ ‘કલંક’નું ટ્રેલર આજે અહીં પત્રકારો સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ કરવામાં આવશે.

ટ્રેલર લોન્ચ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો હાજર રહ્યાં હતાં જેમાં સંજય દત્ત, માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ, વરુણ ધવન, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિન્હા, કુણાલ ખેમૂનો સમાવેશ થાય છે.

કરણ જોહર નિર્મિત આ ફિલ્મનું ટ્રેલર 2 મિનિટ અને 11 સેકંડનું છે. ફિલ્મ 1945ના સમયગાળાની પૃષ્ઠભૂ પર આધારિત છે.

ટ્રેલરની શરૂઆત આલિયા ભટ્ટનાં સ્વરથી થાય છે જેમાં એ બોલે છે, મેં ગુસ્સામાં લીધેલા એક નિર્ણયે બધાયની જિંદગી બરબાદ કરી નાખી.

ફિલ્મના ટ્રેલરમાં તમામ કલાકારોની ઝલક જોવા મળે છે.

આ ફિલ્મમાં ભાગલાની પીડા અને પ્રેમકહાનીની વાર્તા છે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે આદિત્ય રોય કપૂર સોનાક્ષી સિન્હાને પરણેલો હોવા છતાં આલિયા સાથે બીજાં લગ્ન કરે છે. એવી જ રીતે, આલિયા વરુણ ધવનને પ્યાર કરતી હોય છે.

ટ્રેલર ફિલ્મ વિશેની ઉત્સૂક્તા વધારનારું છે.

સંજય દત્ત આ ફિલ્મમાં બલરાજ ચૌધરીનાં રોલમાં છે તો માધુરી દીક્ષિત બહાર બેગમ બની છે. આ ફિલ્મમાં માધુરીનાં રોલ માટે શ્રીદેવીને પસંદ કરવામાં આવ્યાં હતાં, પણ એમનાં આકસ્મિક મૃત્યુ બાદ આ રોલ માટે માધુરીની પસંદગી કરવામાં આવી છે.

સંજય દત્ત અને માધુરી 22 વર્ષ પછી ફરી મોટા પડદા પર જોવા મળશે. વરુણ અને આલિયાની આ ચોથી ફિલ્મ છે. આ પહેલાં તેઓ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’, ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ અને ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યાં છે. આદિત્ય અને સોનાક્ષીની એકબીજા સાથે આ પહેલી જ ફિલ્મ છે.

વરુણ આ ફિલ્મમાં ઝફર બન્યો છે તો આલિયા રૂપ ચૌધરી.

આ વર્ષમાં માધુરીની આ બીજી ફિલ્મ હશે. આ પહેલાં એ ‘ટોટલ ધમાલ’ ફિલ્મમાં જોવા મળ્યાં હતાં.સંજય દત્ત, માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ, વરુણ ધવન, આદિત્ય રોય કપૂર, સોનાક્ષી સિન્હા, કુણાલ ખેમૂ જેવા ટોચના કલાકારોને ચમકાવતી આગામી હિન્દી ફિલ્મ કલંકનું ટ્રેલર 3 એપ્રિલ, બુધવારે મુંબઈમાં પત્રકારો સમક્ષ રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થવાની છે. ટ્રેલર 2 મિનિટ અને 11 સેકંડનું છે. ફિલ્મ 1945ના સમયગાળાની પૃષ્ઠભૂ પર આધારિત છે.
(જુઓ ‘કલંક’નું ટ્રેલર)

httpss://youtu.be/p4Z_ueeT_XQ

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]