ડાકુના જીવનની પાર્શ્વભૂમિ પર આધારિત ફિલ્મો કઈ? એના કલાકારો?

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના ૧-૧૫ જુલાઈ, ૧૯૯૨ અંકમાં પ્રકાશિત સવાલ-જવાબની ‘પૂછપરછ’ કોલમમાંથી સાભાર)

ભાવેશ શાહ (ડોંબિવલી)

સવાલઃ ડાકુના જીવનની પાર્શ્વભૂમિ પર આધારિત ફિલ્મો કઈ? એના કલાકારો?

જવાબઃ સમશીર (અશોકકુમાર, પી. ભાનુમતી), શેરુ (અશોકકુમાર-નલિની જયવંત), જીસ દેશ મેં ગંગા બહતી હૈ (રાજ કપૂર-પદ્મિની-પ્રાણ), ગંગા જમના (દિલીપકુમાર, વૈજયંતિ માલા, નાસિર ખાન), મુઝે જીને દો (સુનીલ દત્ત, વહીદા રહેમાન), હીરા (સુનીલ દત્ત, આશા પારેખ), પુતલીબાઈ (જયમાલા-સુજીતકુમાર), શેરની (શ્રીદેવી, શત્રુઘ્ન સિન્હા), શોલે (અમિતાભ, ધર્મેન્દ્ર, સંજીવકુમાર, હેમા, જયા, અમજદખાન), ધર્મા (નવીન નિશ્ચલ, રેખા, પ્રાણ), ગંવાર (રાજેન્દ્રકુમાર, વૈજયંતિ માલા), કહાની ફુલવતી કી (રીટા ભાદુરી, સુરેશ ઓબેરોય), ખોટે સિક્કે (ફિરોઝ ખાન, રેહાના સુલતાન, અજિત), ડાકુ હસીના (ઝીનત અમાન, રજનીકાંત), રાકા (દારા સિંઘ, મુમતાઝ), ચંબલ કા બાદશાહ (ડેની, રમા મલિક), ચંબલ કી કસમ (રાજકુમાર, શત્રુઘ્ન સિન્હા, મૌસમી ચેટરજી), ચંબલ કી રાની (બિંદુ, મહેન્દ્ર સંધુ), ડાકુ (કબીર બેદી, બિંદુ) અને 1962માં આવેલી ‘ચંબલ કે ડાકુ’ની વિશિષ્ટતા એ હતી કે એમાં સાચા ડાકુ માધો સિંઘ અને મોહર સિંઘે ભૂમિકાઓ ભજવી હતી.

 

‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’ ફિલ્મનું ટ્રેલર જુઓ…

httpss://youtu.be/ISSb8npnUMQ