જુલન ગોસ્વામીની બાયોપિક ફિલ્મ માટેના રાઈટ્સ સોની કંપનીએ મેળવ્યા

મુંબઈ – સોની પિક્ચર્સ ઈન્ટરનેશનલ પ્રોડક્શન્સ કંપનીએ ભારતની મહિલા ક્રિકેટર જુલન ગોસ્વામીનાં જીવન પર આધારિત ફિલ્મ બનાવવા માટેના રાઈટ્સ મેળવ્યા છે.

સ્ટુડિયો કંપની હવે ડુનામિસ એન્ટરટેઈનમેન્ટ કંપની સાથેની ભાગીદારીમાં જુલનની બાયોપિક બનાવશે.

આ ફિલ્મમાં જુલન પશ્ચિમ બંગાળ રાજ્યના નાદિયા જિલ્લાના ગામની એક નાનકડી છોકરીમાંથી આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કઈ રીતે બની શકી એની વાર્તા જાણવા મળશે.

જુલન ગોસ્વામી ઓલરાઉન્ડર છે અને એ ભારતીય ટીમની ભૂતપૂર્વ સુકાની પણ છે.

જુલને એની કારકિર્દીમાં કેવી સમસ્યાઓનો સામનો કર્યો હતો અને એણે કેવી સિદ્ધિઓ હાંસલ કરી છે એની રજૂઆત આ ફિલ્મમાં કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આપણે મહેન્દ્ર સિંહ ધોનીનાં જીવન પર આધારિત ફિલ્મ ‘એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ ફિલ્મ જોઈ ચૂક્યા છે અને કપિલ દેવની બાયોપિક ફિલ્મ નિર્માણાધીન છે.

સોની પિક્ચર્સ ઈન્ડિયા આ પહેલાં ‘102 નોટઆઉટ’ અને ‘પેડમેન’નું નિર્માણ કરી ચૂકી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]