વરુણ-અનુષ્કાની ‘સુઈ-ધાગા ચેલેન્જ’: જ્હાન્વી, સલમાને સોયમાં દોરો ફટાક કરતો પરોવી આપ્યો

મુંબઈ – બોલીવૂડ કલાકાર જોડી – વરુણ ધવન અને અનુષ્કા શર્મા-કોહલી એમની નવી ફિલ્મ ‘સુઈ ધાગા’ની રિલીઝ માટે આતુર છે. બંનેએ રિલીઝ પૂર્વે ‘સૂઈ ધાગા ચેલેન્જ’ શરૂ કરી છે, જે અંતર્ગત એમણે જુદા જુદા ક્ષેત્રની હસ્તીઓને તેમાં સામેલ થવાનો પડકાર ફેંક્યો છે.

આ ચેલેન્જમાં ચેલેન્જધારકે સોયમાં દોરો પરોવવાનો રહે છે. બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને ‘ધડક’ની હિરોઈન જ્હાન્વી કપૂરે ચેલેન્જ સ્વીકારીને ખૂબ ઝડપી સમયમાં સોયમાં દોરો પરોવી આપ્યો હતો. એની સાથે એની નાની બહેન ખુશી પણ હતી, પણ એ તેમાં સફળ થઈ નહોતી.

સોય-દોરો પરોવવાનો પોતાનો વિડિયો જ્હાન્વીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે.

જ્હાન્વી અને ખુશી વચ્ચેની સ્પર્ધા શનિવારે રાતે યોજાઈ હતી. બંને બહેનોએ સાથે જ ચેલેન્જ સ્વીકારી હતી, પણ જ્હાન્વીએ તો મુકાબલો શરૂ થયાની અમુક સેકંડમાં જ જીત હાંસલ કરી લીધી હતી.

જ્હાન્વી-ખુશીએ ત્યારબાદ આ ચેલેન્જ સ્વીકારવાનો આયુષ શર્મા અને વારીના હુસૈનને પડકાર ફેંક્યો હતો. આયુષ-વારીનાની પ્રથમ ફિલ્મ ‘લવયાત્રી’ આવતા મહિને રિલીઝ થવાની છે. જ્હાન્વીએ ‘ધડક’ ફિલ્મમાં તેના સહ-કલાકાર ઈશાન ખટ્ટરને પણ ‘સુઈ ધાગા ચેલેન્જ’ માટે નોમિનેટ કર્યો છે.

સલમાન ખાનને સોય-દોરો પરોવતો દર્શાવતો વિડિયો વરુણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે.

અનુષ્કા શર્મા અને વરુણ ધવન અભિનીત ‘સુઈ ધાગાઃ મેડ ઈન ઈન્ડિયા’ ફિલ્મ 28 સપ્ટેંબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વરુણ મૌજી નામના યુવક અને અનુષ્કા મમતા નામની મૌજીની પત્નીનાં રોલમાં છે. ફિલ્મની વાર્તા એક દરજીની છે જે જિંદગીમાં પગભર થવાની કોશિશ કરે છે. ફિલ્મનો વિષય બહુ દિલચસ્પ છે.

httpss://www.instagram.com/p/BoCMBD5hFfZ/?taken-by=janhvikapoor

httpss://www.instagram.com/p/BoB34LFgiHS/?taken-by=varundvn

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]