‘એક દો તીન ગીત…’: માધુરીનાં ડાન્સની યાદ તાજી કરાવતી જેક્લીન

મુંબઈ – 1988ની ‘તેઝાબ’ ફિલ્મમાં માધુરી દીક્ષિતે ‘એક દો તીન’ ગીત પર કરેલો આઈટમ ડાન્સ લોકોનાં દિલોદિમાગ પર આજે પણ છવાઈ ગયેલો છે. એ ગીતને આગામી હિન્દી ફિલ્મ ‘બાગી 2’ માટે રીક્રીએટ કરવામાં આવ્યું છે.

આ ગીતનો વિડિયો રિલીઝ કરવામાં આવ્યો છે અને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.

‘બાગી 2’ના ‘એક દો તીન ગીત’માં જેક્લીન ફર્નાન્ડિસે મસ્ત મસ્ત ડાન્સ કરીને માધુરીનાં ડાન્સની યાદ તાજી કરાવી દીધી છે. ‘તેઝાબ’માં મોહિનીનું પાત્ર ભજવનાર માધુરીએ ‘એક દો તીન’ ગીતમાં જબરદસ્ત ડાન્સ કરીને જુવાનિયાંઓનાં દિલને ‘ઘાયલ’ કરી દીધાં હતાં.

આ ગીતમાં ગાયિકા શ્રેયા ઘોષાલે પોતાનો સ્વર આપ્યો છે.

ટાઈગર શ્રોફ અને દિશા પટની અભિનીત ‘બાગી 2’ આવતી 30 માર્ચે રિલીઝ થવાની છે.

દર્શકો જેક્લીનનાં ‘એક દો તીન’ ડાન્સને કેવો પ્રતિસાદ આપે છે એ તો સમય જ કહેશે.

httpss://youtu.be/q2gICJFG6uw

(જુઓ ‘તેઝાબ’ ફિલ્મના ઓરિજિનલ ‘એક દો તીન’ ગીતમાં માધુરી દીક્ષિતનો ડાન્સ… ગીતમાં સ્વર આપ્યો છે અલકા યાજ્ઞિકે…)

httpss://youtu.be/MS5BLS2sIDM