ફરાહ ખાનનાં મનમાં રમી રહ્યો છે ‘મૈં હૂં ના 2’ બનાવવાનો વિચાર

મુંબઈ – કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્માત્રી બનેલાં ફરાહ ખાને કહ્યું છે કે ‘મૈં હૂં ના’ ફિલ્મની સીક્વલ બનાવવાનો સરસ વિચાર એમનાં મનમાં રમી રહ્યો છે.

‘મૈં હૂં ના’ ફિલ્મ 15 વર્ષ પહેલાં રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ હતી.

શું તમે ‘મૈં હૂં ના’ની સીક્વલ બનાવશો? એવા સવાલના જવાબમાં ફરાહ ખાને સમાચાર સંસ્થા આઈએએનએસને કહ્યું કે, હું આશા રાખું છું અને પ્રાર્થના કરું છું કે હું સીક્વલ બનાવી શકું, કારણ કે મારા મનમાં એનો એક સરસ વિચાર રમી રહ્યો છે. બધો આધાર શાહરૂખ ખાન પર રહે છે… એણે આમાં સાથ આપવાની જરૂર છે.

ફરાહે કહ્યું કે, પાર્ટ-ટુ બનાવવાનો મારાં મનમાં સરસ વિચાર ચાલી રહ્યો છે. ‘મૈં હૂં ના’ ફિલ્મ આજે પણ ચેનલો પર જોવા મળે છે અને લોકોને એ જોવી ગમે છે.

2004માં રિલીઝ થયેલી ‘મૈં હૂં ના’માં શાહરૂખ ખાને મેજર રામનો રોલ કર્યો હતો. જે એક જનરલની પુત્રીને એક ઉદ્ધત સૈનિકથી બચાવવા માટે કોલેજ વિદ્યાર્થીનાં રૂપમાં ત્યાં જાય છે. ફિલ્મમાં ભારત-પાકિસ્તાન યુદ્ધનો પણ થોડોક ઉલ્લેખ કરાયો છે.

ફિલ્મમાં ઝાયેદ ખાન, અમ્રિતા રાવ અને સુસ્મિતા સેનની પણ ભૂમિકા હતી.

નિર્દેશિકા તરીકે ‘મૈં હૂં ના’ ફરાહ ખાનની પહેલી જ ફિલ્મ હતી. એ ફિલ્મ બનાવવામાં એમને શિરીષ કુંદરે મદદ કરી હતી, જે બાદમાં એમનાં પતિ બન્યા. ફિલ્મમાં જેક્લીન ફર્નાન્ડિસે પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]