ઈશાન-અનન્યાની ‘ખાલી પીલી’નું શૂટિંગ શરૂ

મુંબઈ – ઈશાન ખટ્ટર અને અનન્યા પાંડેને ચમકાવતી નવી હિન્દી ફિલ્મ ‘ખાલી પીલી’નું શૂટિંગ મુંબઈમાં શરૂ કરવામાં આવ્યું છે.

આ ફિલ્મના નિર્માતા છે અલી અબ્બાસ ઝફર. એમણે જ ઈન્સ્ટાગ્રામ પર આ સમાચાર જાહેર કર્યા છે.

એમણે પ્રોજેક્ટના ક્લેપબોર્ડ સાથે લખ્યું છેઃ ‘આરંભ થઈ ગયો છે.’

બીજી બાજુ, ઈશાને પણ ફોટો-વિડિયો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામ પર જવાબ મૂકીને પોતાની ફિલ્મના શૂટિંગના આરંભની જાણકારીને સમર્થન આપ્યું છે.

અનન્યાની આ ત્રીજી ફિલ્મ હશે. પહેલી ફિલ્મ હતી ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’, જ્યારે ‘પતિ પત્ની ઔર વોહ’ ફિલ્મનું શૂટિંગ એણે પૂરી કરી લીધું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]