વિદ્યા બાલન ગર્ભવતી છે? નવી તસવીરોને કારણે ફેલાઈ છે અફવા

મુંબઈ – આગામી હિન્દી ફિલ્મ ‘મિશન મંગલ’માં વૈજ્ઞાનિકનાં રોલમાં આવી રહેલી વિદ્યા બાલન વિશે એવી અફવા ફેલાઈ છે કે તે ગર્ભવતી છે. અમુક તસવીરોને કારણે આવી ચર્ચા ચાલી છે. એ તસવીરોમાં એનું પેટ ફુલેલું દેખાતા આવી વાતો ચગી છે.

વિદ્યા છેલ્લે 2017માં ‘તુમ્હારી સુલુ’માં જોવા મળી હતી.

વિદ્યાને ‘મિશન મંગલ’માં જોવા માટે એનાં પ્રશંસસો ઉત્સૂક બન્યાં છે.

ગુરુવારે વિદ્યા મુંબઈમાં એનાં કેઝ્યુઅલ પહેરવેશમાં ફરતી જોવા મળી હતી અને એની તસવીરો કોઈકે ક્લિક કરી હતી અને પોસ્ટ કરતાં જ એ વાયરલ થઈ ગઈ.

બ્લેક મેક્સી ડ્રેસ અને ડેનિમ જેકેટમાં વિદ્યા સુંદર દેખાય છે. પણ ઈન્ટરનેટ પર વાયરલ થતાં જ નેટપ્રેમીઓએ સવાલો પૂછવાનું શરૂ કરી દીધું કે શું વિદ્યા પ્રેગ્નન્ટ છે?

વિદ્યા મુંબઈમાં એક રેસ્ટોરન્ટની બહાર દેખાઈ હતી અને ફ્રીલાન્સ તસવીરકારોએ એને તેમના કેમેરામાં ક્લિક કરી લીધી હતી.

એ રેસ્ટોરન્ટની બહાર વિદ્યાએ એનાં અમુક ચાહકોને સેલ્ફી પણ પાડવા દીધી હતી. પણ આ તસવીરો ઈન્ટરનેટ પર આવતાં જ સવાલોનો મારો ચાલુ થઈ ગયો કે શું વિદ્યા ગર્ભવતી છે?

વિદ્યા ગર્ભવતી થઈ હોવાની અફવા ભૂતકાળમાં પણ ચગી હતી.

વિદ્યાએ 2012માં ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પરંપરાગત વિધિ અનુસાર થયાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]