ઈરફાન ખાન કરશે ‘હિંદી મીડિયમ’ની સીક્વલ સાથે સ્ક્રીન પર કમબેક

0
873

મુંબઈ – બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાનના ચાહકો માટે ખુશખબર છે. આ અભિનેતા 2017ની એમની વખણાયેલી અને એવોર્ડ જીતનાર ફિલ્મ ‘હિંદી મીડિયમ’ની સીક્વલ સાથે રૂપેરી પડદા પર કમબેક કરવાના છે.

ગયા માર્ચમાં ખુદ ઈરફાને જ જાહેર કર્યું હતું કે એમને ન્યુરોએન્ડોક્રાઈન ટ્યૂમર થઈ છે અને એ લંડનમાં એ માટે સારવાર લેવા જશે.

51 વર્ષીય ઈરફાને એમની બીમારીને કારણે વિશાલ ભારદ્વાજ દિગ્દર્શિત એક ફિલ્મ અને AIBની રાજકીય કટાક્ષ પર આધારીત સીરિઝ ‘ગોરમિંટ’ને છોડી દીધી છે.

પરંતુ હવે ઈરફાનના કમબેકના સમાચાર જાણીને એમના ચાહકોને ઘણી રાહત થશે.

‘હિંદી મીડિયમ’ના નિર્માતાઓ લંડન જઈને ઈરફાનને મળ્યા હતા અને સીક્વલમાં કામ કરવાની ઈરફાને હા પાડી દીધી છે.

‘હિંદી મીડિયમ’ની સીક્વલનું નિર્માણ દિનેશ વિજાનની કંપની મેડોક ફિલ્મ્સ કરશે.

કોમેડી-ડ્રામા ફિલ્મ ‘હિંદી મીડિયમ’માં ઈરફાનની સાથે પાકિસ્તાની અભિનેત્રી સબા કમર હતી.

ઈરફાનને છેલ્લે આપણે ‘કારવાં’ ફિલ્મમાં જોયા હતા.