ઈરફાન ખાનને કોઈક ભેદી રોગ થયો છે; નિદાન માટે તબીબી પરીક્ષણો ચાલુ છે

0
1952

મુંબઈ – બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાને ટ્વીટ કરીને જાણ કરી છે કે એને કોઈક ભેદી, ગંભીર રોગ થયો છે. એના વિશે નિદાન થાય એ માટે પોતે તબીબી પરીક્ષણો કરાવી રહ્યો છે અને રોગ સામે ઝઝૂમી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, દિગ્દર્શક વિશાલ ભારદ્વાજે એવી માહિતી આપી હતી કે ઈરફાનને કમળો થયો છે. એને કારણે ઈરફાન હાલ ફિલ્મના શૂટિંગમાં ભાગ લઈ નહીં શકે. ડોક્ટરોએ ઈરફાનને આરામ કરવાની સલાહ આપી છે.

ભારદ્વાજની માહિતીને પગલે ઈરફાનની તબિયત અંગે જુદા જુદા તર્કવિતર્કો શરૂ થયા છે.

છેવટે ઈરફાને ટ્વીટ કરીને જાણકારી આપી છે કે એને કોઈક દુર્લભ બીમારી થઈ છે જેનો તાગ મેળવવાની ડોક્ટરો કોશિશ કરી રહ્યા છે.

httpss://twitter.com/irrfank/status/970608954601590785

ઈરફાન ટૂંક સમયમાં જ બ્લેકમેલ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ આવતી 6 એપ્રિલે રિલીઝ થવાની છે.

(જુઓ બ્લેકમેલ ફિલ્મનું ટ્રેલર)

httpss://youtu.be/TDF1qdUtbzw