ઈરફાન ખાનને ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર છે, સારવાર માટે લંડન જશે

0
2242

મુંબઈ – બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાને ટ્વિટર પર જાણકારી આપી છે કે એમને ન્યૂરોએન્ડોક્રાઈન ટ્યૂમર હોવાનું નિદાન છે. વળી આ ટ્યૂમર મગજમાં નથી. ન્યૂરોનો અર્થ દર વખતે મગજનો કરાતો નથી.

પોતાની આ ટ્યૂમર જીવલેણ નથી અને એની સારવાર કરવા ઈરફાન લંડન જવાના છે.

ઈરફાનનું કહેવું છે કે આ પ્રકારની ગાંઠ સામાન્ય રીતે આંતરડામાં થતી હોય છે, પણ એ શરીરના અન્ય ભાગોમાં પણ થતી હોય છે.

ઈરફાને સ્પષ્ટતા કરી છે કે એમને બ્રેઈન કેન્સર નથી. એમણે કહ્યું છે કે દરેક જણને મારી વિનંતી છે કે મારા માટે દુઆ-પ્રાર્થના કરે.