‘પિકુ’ બાદ ‘સપના દીદી’માં ફરી સાથે ચમકશે ઈરફાન ખાન, દીપિકા

0
1596

મુંબઈ – ઈરફાન ખાન તેની ‘પિકુ’ની સહ-કલાકાર દીપિકા પદુકોણ સાથે એક નવી ફિલ્મમાં ચમકવાનો છે. આ નવી ફિલ્મનું નામ ‘સપના દીદી’ છે. આ ફિલ્મ એસ. હુસૈન ઝૈદી લિખિત પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ પર આધારિ હશે.

હની ત્રેહન દિગ્દર્શિત ‘સપના દીદી’ ફિલ્મમાં ઈરફાન નકારાત્મક ભૂમિકા કરશે.

ઈરફાનનું કહેવું છે કે આ ફિલ્મમાં દીપિકા સાથે તેની કેમિસ્ટ્રી અલગ પ્રકારની હશે. દીપિકા શિર્ષક ભૂમિકા કરશે.

ઈરફાનનું કહેવું છે કે, ‘દીપિકા સાથે ફિલ્મમાં કામ કરવામાં હું હંમેશાં રોમાંચિત રહીશ. નવી ફિલ્મમાં અમારી કેમિસ્ટ્રી કેવી રહેશે એ વિશે હું વધારે રોમાંચિત છું. આ ફિલ્મમાં હું કોઈ સજ્જન પુરુષ નથી તેથી આ ફિલ્મમાં અમારી જુગલબંદી સાવ જુદી હશે. દીપિકા બહુ સુંદર સ્ત્રી છે અને એને જોઉઁ છું ત્યારે મને આનંદ થાય છે.’

ઈરફાને કહ્યું કે હાલ નિર્માતાઓ ‘સપના દીદી’ ફિલ્મની પટકથાના અંતિમ ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છે.

ફિલ્મનું નિર્માણ વિશાલ ભારદ્વાજ કરશે અને ફિલ્મ આવતા વર્ષે 2 ઓક્ટોબરે રિલીઝ કરાય એવી ધારણા છે.