ઈરફાન ખાનની તબિયત હવે કેમ છે? એ ક્યારે ભારત પાછા ફરશે?

0
1482

મુંબઈ – બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાન કોઈક અસાધારણ બીમારીને કારણે વિદેશમાં સારવાર લેવા ગયા છે. તેઓ દિવાળીના તહેવાર બાદ ભારત પાછા ફરે એવી ધારણા છે.

એવા પણ અહેવાલો હતા કે ઈરફાન દિવાળી બાદ ભારત પાછા ફરશે અને ડિસેંબરથી એમની નવી હિન્દી ફિલ્મ ‘હિંદી મીડિયમ 2’નું શૂટિંગ શરૂ કરી દેશે.

પરંતુ, 51 વર્ષીય ઈરફાને એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે હું ડિસેંબરમાં હિંદી મીડિયમ 2 ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશ એ વાતો ખોટી છે અને માત્ર અફવા જ છે.

જોકે ઈરફાન દિવાળી પછી ભારત પાછા ફરશે એવી શક્યતા છે.

ઈરફાનને આ વર્ષના માર્ચમાં અસાધારણ બીમારી થઈ છે એવા સમાચાર એમણે સોશિયલ મિડિયા પર એમના પ્રશંસકો અને ફોલોઅર્સને શેર કર્યા હતા. એ વખતે એમણે એમ કહ્યું હતું કે એમને ન્યુરોએન્ડોક્રાઈન ટ્યૂમર થઈ છે અને એની સારવાર માટે પોતે વિદેશમાં જશે.