ભારતીય કંપનીએ ચાર્લી ચેપ્લિનના લાઈસન્સિંગ, વ્યાપારનાં હક મેળવ્યા

મુંબઈ – એનિમેશન ઈન્ટરનેશનલ ઈન્ડિયા નામની ભારતીય કંપનીએ દંતકથા સમા કોમેડિયન ચાર્લી ચેપ્લિનના લાઈસન્સિંગ તથા મર્કેન્ડાઈઝિંગ રાઈટ્સ મેળવ્યા છે. આને લીધે ચેપ્લિનના ભારતીય ચાહકોને ચેપ્લિન આધારિત વિવિધ રેન્જની પ્રોડક્ટ્સ ઉપલબ્ધ થશે.

એનિમેશન ઈન્ટરનેશનલ ઈન્ડિયાના ડાયરેક્ટર નીતિન કાલરાએ એક નિવેદનમાં કહ્યું છે કે અમારી ટીમનું સપનું સાકાર થયું છે. અમે સૌ ચેપ્લિનની કોમેડી ફિલ્મો જોઈને જ મોટાં થયા છીએ. અમે સૌ એમના ચાહક છીએ. હવે ચેપ્લિનને લગતો કંઈક નવો વ્યાપાર શરૂ કરવાની તેમજ એમના ચાહકો સાથે એ ચીજવસ્તુઓ શેર કરવાની અમને તક મળી છે.

હોંગકોંગની ચાર-દાયકા જૂની એનિમેશન ઈન્ટરનેશનલ લિમિટેડની પેટાકંપની એનિમેશન ઈન્ટરનેશનલ ઈન્ડિયા છેલ્લા 14 વર્ષમાં માર્વેલ, હેલ્લો કિટ્ટી તથા બીજી ઘણી આઈકોનિક બ્રાન્ડ્સ માટે ભારતમાં પરવાનાધારક કાર્યક્રમો લોન્ચ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

બ્રિટનમાં 1889ની 16 એપ્રિલે જન્મેલા ચાર્લી ચેપ્લિન 19મી સદીના મહાન મૂક હાસ્ય હતા. પોતાના ગજબના અભિનય દ્વારા એમણે દુનિયાભરમાં અપાર ચાહકો મેળવ્યા છે.

બ્રિટિશ નાગરિકત્વ ધરાવનાર સર ચાર્લ્સ સ્પેન્સર ચેપ્લિનનું 88 વર્ષની વયે 1977ની 25 ડિસેંબરે સ્વિટ્ઝરલેન્ડમાં નિધન થયું હતું.

httpss://youtu.be/3ykdb8Zen-o