જલદી કરો! જીવનમાં સફળ થવું હોય તો ‘સોનમ કપૂરનું કવચ’ પહેરો

મુંબઈ – ‘ધ ઝોયા ફેક્ટર’ ફિલ્મનું રસપ્રદ પોસ્ટર રિલીઝ કર્યા બાદ નિર્માતાઓએ હવે ફિલ્મનું ટીઝર શેર કર્યું છે. આ ટીઝરને નાટ્યાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું છે જેમાં તેઓ ‘ઝોયા કવચ’ વિશે કહી રહ્યા છે જેણે અનેક લોકોનાં જીવનમાં ભાગ્ય ચમકાવ્યું હતું.

અભિનેત્રી સોનમ કપૂરે આ ટીઝરને તેનાં ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યું છે અને લખ્યું છે કે, ‘મારી સફળતા પાછળ કોઈ રહસ્ય નથી. એ તો બસ ‘ઝોયા કવચ’નો જાદુ છે. તમે પણ કોલ કરીને બુક કરાવો તમારું ગુડ લક!’

‘ધ ઝોયા ફેક્ટર’ ફિલ્મ એક એડવર્ટાઈઝિંગ એજન્સીની ઝોયા સોલંકી નામની એક એક્ઝિક્યૂટિવ વિશેની છે. 2011ની ક્રિકેટ વર્લ્ડ કપ વખતે એ ભારતીય ક્રિકેટ ટીમ માટે લકી ચાર્મ બની હતી.

અનુજા ચૌહાણે લખેલા ‘ધ ઝોયા ફેક્ટર’ પુસ્તક પરથી એ જ શિર્ષક સાથે ફિલ્મ બનાવવામાં આવી છે.

ફિલ્મમાં સોનમ કપૂરે ઝોયાનો રોલ કર્યો છે. જ્યારે દલકીર સલમાન એનો હિરો બન્યો છે. સંજય કપૂર, સિકંદર ખેર, અભિલાષ ચૌધરી પણ આ ફિલ્મમાં ભૂમિકા કરી રહ્યા છે.

ફિલ્મના દિગ્દર્શક છે અભિષેક શર્મા, જેઓ અગાઉ ‘પરમાણુઃ ધ સ્ટોરી ઓફ પોખરન’, ‘તેરે બિન લાદેન’, ‘ધ શૌકીન્સ’ ફિલ્મો બનાવી ચૂક્યા છે. ‘ધ ઝોયા ફેક્ટર’ ફિલ્મ 20 સપ્ટેંબરે રિલીઝ થવાની છે.

ફિલ્મનું ટ્રેલર 27 ઓગસ્ટે રિલીઝ કરવામાં આવનાર છે એવી જાહેરાત પણ સોનમે જ કરી છે.

મોશન પોસ્ટરમાં સોનમને એક દેવીનાં રૂપમાં દર્શાવવામાં આવી હતી. એને એક મંચ પર ઊભેલી બતાવવામાં આવી છે. એણે સ્પોર્ટ્સ શૂઝ પહેર્યાં છે, એનાં એક હાથમાં ક્રિકેટનું બેટ છે અને બીજા હાથમાં હેલ્મેટ પકડી છે. એણે ગોલ્ડન બોર્ડરવાળી બ્લુ રંગની સાડી પહેરી છે અને ફૂલોની માળાની સાથે હેવી નેકલેસ પણ પહેર્યો છે અને હસી રહી છે. પોસ્ટર પર શબ્દો લખ્યા છેઃ ‘ઈન્ડિયા કા લકી ચાર્મ.’

નિર્માતાઓએ ફિલ્મ વિશેના પ્રોમો વિડિયોમાં જુઓ કેવી રમૂજ ફેલાવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]