કંગના સાથેનાં વિવાદમાં ઋતિકે પહેલી વાર મૌન તોડ્યું; કહ્યું, ‘એને ક્યારેય ખાનગીમાં મળ્યો નથી’

મુંબઈ – સહ અભિનેત્રી કંગના રણૌત સાથે થયેલા અને ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકેલા વિવાદ અંગે બોલીવૂડ અભિનેતા ઋતિક રોશને પોતાનું મૌન તોડ્યું છે. એણે કહ્યું છે કે પોતે કંગનાને ક્યારેય ખાનગીમાં મળ્યો નહોતો અને જો બે હાઈ-પ્રોફાઈલ સેલિબ્રિટી વચ્ચે સાત વર્ષ સુધી જોરદાર અફેર ચાલ્યો હોય અને એનો કોઈ પુરાવો પણ ન મળે તો થોડુંક વિચિત્ર ન કહેવાય.

ઋતિકે અંગ્રેજીમાં બહાર પાડેલા એક નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે ક્યારેક સ્વાસ્થ્યને લીધે આ બાબતની અવગણના કરવાનું ઘાતક પણ સાબિત થઈ જાય છે. મારે માટે ખરાબ સમય ઘાતક સાબિત થયો છે.

કંગના સાથેનાં કથિત અફેર વિશે ઋતિકે કહ્યું છે કે, સાચી વાત એ છે કે હું એ લેડીને ક્યારેય ખાનગીમાં મળ્યો નથી. હા, અમે સાથે કામ જરૂર કર્યું છે, પરંતુ પ્રાઈવેટમાં અમારી કોઈ મુલાકાત થઈ નથી. આ સત્ય છે.

આ વિવાદ ગયા વર્ષે ચગ્યો હતો જ્યારે કંગનાએ ઋતિકને પોતાનો એક્સ-બોયફ્રેન્ડ ગણાવ્યો હતો. એક ઈન્ટરવ્યૂમાં એણે કહ્યું હતું કે મને સમજાતું નથી કે મારો એક ભૂતપૂર્વ બોયફ્રેન્ડ લોકોનું ધ્યાન ખેંચવા માટે બેવકૂફીભરી હરકતો કેમ કરે છે.

કંગનાએ ઋતિક સામે ફરિયાદ નોંધાવી હતી કે એ બંને જણ સાથે કામ કરતાં હતાં ત્યારે એમની વચ્ચેનાં ખાનગી ઈમેલ્સ અને તસવીરોનો ઋતિક દુરુપયોગ કરી શકે છે.

ત્યારબાદ ઋતિકે સાઈબરક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી કે કોઈક શખ્સ પોતાને કંગનાનાં નકલી ઈમેલ આઈડી પરથી મેઈલ મોકલતો હતો.

ત્યાં સુધીમાં કંગના અને એની બહેન રંગોલીએ ઋતિક પર જોરદાર પ્રહાર વધારી દીધો હતો.

ઋતિકનું કહેવું છે કે ઈમેલ્સ વિશે પોલીસ તપાસ ચાલી રહી છે. 3000 જેટલા વન-સાઈડેડ ઈમેલ્સ છે. મેં મારું લેપટોપ, ફોન તથા અન્ય સામાન સાઈબર સેલમાં જમા કરાવી દીધાં છે.

(આ છે, ઋતિકે એના ટ્વિટર હેન્ડલ પર મૂકેલું નિવેદન)

httpss://twitter.com/iHrithik/status/915840818421809152

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]