મહાશિવરાત્રી નિમિત્તે બોલીવૂડ હસ્તીઓએ આપી શાંતિ, સમૃદ્ધિની શુભેચ્છા

મુંબઈ – આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મહાનાયક અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર સહિત અન્ય બોલીવૂડ સેલિબ્રિટીઓએ સહુને શાંતિ તેમજ સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી શુભેચ્છા આપી છે.

આ કલાકારોએ પોતપોતાના ટ્વિટર હેન્ડલ પર મહાશિવરાત્રી નિમિત્તે શુભેચ્છા વ્યક્ત કરી છે.

અમિતાભ બચ્ચને ‘ૐ નમ શિવાય’ કહીને ‘હર હર મહાદેવનો જયકાર’ આપ્યો છે.

httpss://twitter.com/SrBachchan/status/1102287601849884672

અક્ષય કુમારે ટ્વિટ કર્યું છે, ‘આ મહાશિવરાત્રીએ  ભગવાન શિવ તમને સહુને તેમજ તમારા પરિવારને શાંતિ તેમજ સમૃદ્ધિ અર્પે.’

httpss://twitter.com/akshaykumar/status/1102419742340628480

આલિયા ભટ્ટે હર હર મહાદેવનો નારો લગાવીને શિવરાત્રીની શુભકામનાઓ આપી છે.

કૃતિ સેનને પોતાની ફિલ્મ ‘લુકા છુપી’ની સફળતા માટે શિવ મંદિરમાં પૂજા કરી.

અભિનેતા દિલજીત દોસાંજે શિવરાત્રી નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ આપી

httpss://twitter.com/diljitdosanjh/status/1102431183403536385

અમ્રિતા રાવે પણ બધાંને મહાશિવરાત્રીની ટ્વિટર પર શુભેચ્છાઓ આપી.

httpss://twitter.com/AmritaRao/status/1102457863761477633

મહાશિવરાત્રીએ પ્રીતિ ઝિન્ટા પણ પાછળ નથી રહી. એણે પણ એના ટ્વિટર ઉપર લખ્યું છે, ‘શિવ તત્વ આપણા સહુમાંથી શેતાની વિચારો તેમજ નકારાત્મકતા કાઢી નાખે અને આપણા સહુમાં, આપણા પરિવારમાં તેમજ આપણી આસપાસ બધે પ્રેમ, સકારાત્મકતા તેમજ ખુશી આપે. બહુ જ શુભ ૐ.’

httpss://twitter.com/realpreityzinta/status/1102467952337539072

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]