સોને મઢેલા રહેતા બપ્પી’દા પાસે કેટલું સોનું છે એ ખબર છે?

નવી દિલ્હી: આજે મ્યૂઝિક કમ્પોઝર અને સિંગર બપ્પી લહરીનો જન્મદિવસ છે, જેમણે બોલીવુડને અનેક હીટ ગીતો આપ્યા છે. બપ્પી લહરી તેમના ગીતો ઉપરાંત જે વસ્તુ માટે ઓળખવામાં આવે છે તે છે તેમનું સોનુ. બપ્પી લહરીની બીજી ઓળખ તેમની જ્વેલરી છે, કારણ કે, બપ્પી હંમેશા ભારે ભરખમ જ્વેલરી પહેરેલા જોવા મળે છે અને આ તેમની સ્પેશિયલ ઓળખ બની ગઈ છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ખરેખર બપ્પી લહરી પાસે કેટલું સોનુ છે?

હાથ અને ગળામાં જ્વેલરીથી સજ્જ રહેતા બપ્પી લહરી શા માટે આટલું બધુ સોનુ પહેરે છે એનો જવાબ તેમણે એક ઈન્ટવ્યૂ દરમ્યાન આપ્યો હતો. તેમણે કહ્યું હતુ કે, હોલીવુડમાં એલવિસ પ્રેસ્લી સોનાની ચેન પહેરતા હતા અને હું તેમને ખુબજ પસંદ કરતો હતો. આ દરમ્યાન હું વિચારતો હતો કે, જ્યારે હું સફળ થઈ જઈશ તો મારી અલગ ઓળખ બનાવીશ. ત્યારબાદથી હું આટલી સોનુ પહેરવા લાગ્યો અને સોનુ મારા માટે લકી છે.

હવે આપને એ વાતની તો જાણકારી મળી જ ગઈ હશે કે, બપ્પી લહરી શા માટે સોનુ પહેરે છે. આવો જાણીએ તેમની પાસે કેટલુ સોનુ છે. વર્ષ 2014માં તેમણે લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી એ દરમ્યાન તેમની સંપત્તિ અંગે જાણકારી આપી હતી. ચૂંટણી દરમ્યાન આપેલા એફિડેવિટ અનુસાર બપ્પી લહરી પાસે 754 ગ્રામ સોનુ છે અને 4.62 કિલો ચાંદી છે.

જો અત્યારે સોનાના ભાવ પરથી અંદાજ લગાવવામાં આવે તો તેમની પાસે લગભગ 30 લાખ રૂપિયાનું સોનુ છે અને લગભગ 2 લાખ રૂપિયાની ચાંદી છે. મહત્વની વાત તો એ છે કે, તેમની પત્ની પાસે તેમના કરતા પણ વધારે સોનુ છે. 2014માં તેમના તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, તેમની પત્ની પાસે 967 ગ્રામ સોનુ,8.9 કિલો ચાંદી અને 4 લાખના ડાયમંડ છે. તેમની પાસે કુલ 20 કરોડની સંપત્તિ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]