રણવીર સિંહ, આલિયા ભટ્ટ અભિનીત ‘ગલી બોય’ ઓસ્કર એવોર્ડની રેસમાંથી આઉટ

મુંબઈ – રણવીર સિંહ અને આલિયા ભટ્ટ અભિનીત અને ઝોયા અખ્તર દિગ્દર્શિત હિન્દી ફિલ્મ ‘ગલી બોય’ આ વર્ષ માટેના ઓસ્કર એવોર્ડ્સની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

શ્રેષ્ઠ વિદેશી ફીચર ફિલ્મોની કેટેગરી માટે 10 ફિલ્મોને શોર્ટ-લિસ્ટ કરવામાં આવી છે અને એમાં ‘ગલી બોય’નું નામ નથી.

આવતા વર્ષના આરંભમાં એનાયત થનાર 92મા એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કર)માં બેસ્ટ વિદેશી ફીચર ફિલ્મની કેટેગરી માટે ‘ગલી બોય’ને ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી હતી.

શોર્ટ-લિસ્ટ કરવામાં આવેલી 10 ફિલ્મોમાં ફ્રાન્સ, સાઉથ કોરિયા, સેનેગલ, સ્પેન, એસ્ટોનિયા, ચેક રીપબ્લિક, હંગેરી, નોર્થ મેસીડોનિયા, પોલેન્ડ અને રશિયાની ફિલ્મને પસંદ કરવામાં આવી છે.

‘ગલી બોય’ ફિલ્મમાં મુંબઈના ધારાવી વિસ્તારના ઉભરતા સ્ટ્રીટ રેપ્પરની વાર્તા છે. રેપ્પરનો રોલ રણવીર સિંહે ભજવ્યો હતો. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સફળતા મળી હતી અને સમીક્ષકોએ પણ એને વખાણી હતી.

ફિલ્મની વાર્તા ઝોયા અખ્તર અને રીમા કાગ્તીએ લખી હતી.

ફિલ્મ આ વર્ષની 14 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]