ગણેશ ઉત્સવમાં દેખાયો દીપિકાનો અનોખો અંદાજઃ ખુલ્લા પગે કર્યા બાપ્પાના દર્શન…

મુંબઈઃ ગણેશ મહોત્સવ પર મુંબઈ શહેરમાં અલગ અલગ જલસો જોવા મળે છે. દરેક વ્યક્તિ બાપ્પાની ભક્તિમાં લીન રહે છે. સામાન્ય માણસો સીવાય બોલીવુડ કલાકારો પણ આ મહોત્સવ પર ખૂબ જ ઉત્સાહિત હોય છે. જેમ-જેમ ગણેશ વિસર્જનનો સમય નજીક આવી રહ્યો છે, તેમ-તેમ બોલીવુડના કલાકારો લાલબાગના રાજાના દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. તાજેતરમાં જ જાણીતી બોલીવુડ એક્ટ્રેસ દિપીકા પાદુકોણ પણ ગણશે વિસર્જન પહેલા લાલ બાગના રાજાના દર્શન કરવા માટે પહોંચી હતી. ભગવાન વિઘ્નહર્તા ગણેશજીના દર્શન કરવા માટે પંડાલ પહોંચેલી દીપિકા પાદુકોણનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટોમાં દીપિકા પાદુકોણ ખુલ્લા પગે પંડાલમાં જતી દેખાઈ રહી છે. પરંતુ સૌથી વધારે તો દીપિકાના લુકે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. હકીકતમાં દીપિકા પાદુકોણ બાપ્પાના દર્શન કરવા માટે પારંપરિક વસ્ત્રો એટલે કે સાડી પહેરીને ગઈ હતી, જેમાં તે ખૂબ જ સુંદર દ્રશ્યમાન થતી હતી. દીપિકા પાદુકોણ સિવાય બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર પણ બાપ્પાના દર્શન કરવા માટે પહોંચી હતી, પરંતુ ત્યાંથી આવતા સમયે તેમના ચંપલ ચોરી થઈ ગયા. આ વાતની જાણકારી એક્ટ્રેસે ખુદ વીડિયો શેર કરીને આપી હતી.

તો દીપિકા પાદુકોણની જો વાત કરવામાં આવે તો તે જલ્દી જ મેઘના ગુલઝારની ફિલ્મ “છપાક”માં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા એસિડ એટેક વિક્ટિમ લક્ષ્મી અગ્રવાલનો રોલ પ્લે કરશે. આ સીવાય દીપિકા પાદુકોણ પોતાના પતિ અને બોલીવુડ એક્ટર રણવીર સિંહ સાથે ફિલ્મ“83”માં જોવા મળશે. લગ્ન બાદ આ ફિલ્મ દીપિકા અને રણવીરની એક સાથે પહેલી ફિલ્મ હશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]