ગાંધીજીની ફિલસૂફી વિશે અમેરિકામાં પ્રચાર કાર્યક્રમ: કંગના ભારતનું પ્રતિનિધિત્વ કરશે

મુંબઈ – રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પ્રેરિત વિચારસરણિના આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાનાર એક પ્રચાર કાર્યક્રમમાં અમેરિકાના ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા તથા અમેરિકાનાં જાણીતાં ટોક શો હોસ્ટ, અભિનેત્રી ઓપ્રા વિન્ફ્રેની સાથે બોલીવૂડની નીડર, ટેલેન્ટેડ હીરોઈન કંગના રણૌત પણ જોડાશે.

શ્રેષ્ઠ બોલીવૂડ અભિનેત્રીનો રાષ્ટ્રીય એવોર્ડ જીતી ચૂકેલી કંગનાએ કહ્યું છે કે પોતે ગાંધીજીની ફિલસૂફીથી ખૂબ જ પ્રભાવિત થઈ છે.

કંગના આ વર્ષની 18-19 ઓગસ્ટે અમેરિકામાં નિર્ધારિત ‘ગાંધી ગોઈંગ ગ્લોબલ’ કાર્યક્રમમાં સંબોધન કરશે. એ કાર્યક્રમમાં શૈક્ષણિક ચર્ચાસત્રો, પ્રેરણાદાયી ચર્ચા તેમજ સાંસ્કૃતિક ઉજવણીઓનું પણ આયોજન કરવામાં આવનાર છે.

કંગનાનું કહેવું છે કે મિશેલ ઓબામા અને ઓપ્રા વિન્ફ્રે જેવી હસ્તીઓ સાથે મંચ પર સહભાગી થવા મળશે એને હું મારું સદ્દભાગ્ય માનું છું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]