પાકિસ્તાની કલાકારો સાથે કામ નહીં કરીએઃ મુંબઈમાં ફિલ્મ ઉદ્યોગનો નિર્ણય

મુંબઈ – કશ્મીરના પુલવામામાં સીઆરપીએફનાં 40 જવાનોનાં વીરમરણ થયા તે આતંકવાદી હુમલાને ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પલોઈઝ (FWICE) તથા ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિએશન સહિત 24 ફિલ્મ એસોસિએશનોએ સખત શબ્દોમાં આજે સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે, આજે ‘કાળો દિવસ’ મનાવ્યો હતો અને એવો નિર્ણય લીધો છે કે પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવામાં નહીં આવે.

આ જાહેરાત FWICE ના પ્રમુખ અને ફિલ્મ નિર્માતા અશોક પંડિતે કરી છે.

જમ્મુ-કશ્મીરમાં આતંકવાદી હુમલા સામેના વિરોધમાં આજે અહીં ગોરેગામ (ઈસ્ટ)માં આવેલા ફિલ્મસિટીમાં શૂટિંગ કામગીરીઓ બંધ રાખવામાં આવી હતી.

બપોરે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જવાનોનું બલિદાન વ્યર્થ જવા દેવામાં આવશે નહીં એવી પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ક્રિકેટરો વિરેન્દ્ર સેહવાગ, હરભજન સિંહ, સુરેશ રૈના અને મોહમ્મદ કૈફ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અશોક પંડિતે કહ્યું હતું કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાખો લોકો દેશનાં સુરક્ષા દળો તથા સરકાર સાથે ખભેખભા મિલાવીને ઊભાં છે. અમારાં એસોસિએશન IFTDA એ નિર્ણય લીધો છે કે પાકિસ્તાનના કલાકારો સાથે કામ કરવું નહીં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]