મારે નેતા બનવું નથી, મને રાજકારણનો ડર લાગે છેઃ આમિર ખાન

મુંબઈ – બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાને કહ્યું છે કે એને નેતા બનવાની કોઈ ઈચ્છા નથી.

આમિરે વધુમાં કહ્યું છે કે હું તો એક સંદેશવાહક છું. મને રાજકારણમાં પડવાનો કોઈ રસ નથી. મને તો રાજકારણનો ડર પણ બહુ લાગે છે. અને કોને નથી લાગતો?

એક મુલાકાતમાં, આમિરે એમ પણ કહ્યું કે હું એક કલાકાર વ્યક્તિ છું. રાજકારણમાં મારી દાળ ગળે નહીં. હું તો લોકોનું મનોરંજન કરવા માગું છું. મને લાગે છે કે નેતા કરતાં કલાકાર તરીકે હું લોકોનું વધારે મનોરંજન કરી શકું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]